લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

RAMAYAN JATAYU CHARACTER : ₹4000 કરોડની ‘રામાયણ’ને મળી ગયો ‘જટાયુ’! અમિતાભ બચ્ચન નહીં, આ દિગ્ગજ અભિનેતા ‘રાવણ’ સાથે કરશે યુદ્ધ

by

Thenewsdk

Updated: 20-07-2026, 12.29 PM

Follow us:

નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી પૌરાણિક અને ભવ્ય ફિલ્મ ‘રામાયણ’ ની મોટાભાગની સ્ટારકાસ્ટ ફાઈનલ થઈ ગઈ છે. જોકે, હજુ પણ કેટલાક મહત્વના પાત્રો પરથી પડદો ઊંચકવાનો બાકી હતો. તાજેતરમાં જ ફિલ્મમાં મહાદેવની ભૂમિકા ભજવનાર અભિનેતાનો ચહેરો સામે આવ્યો હતો, અને હવે ફિલ્મમાં ‘જટાયુ’ નો રોલ કોણ ભજવશે તેનો પણ ખુલાસો થઈ ગયો છે.

ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તે સતત ચર્ચામાં છે. છેલ્લા કેટલાક સમયથી અફવા હતી કે બોલિવૂડના મહારાથી અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં જટાયુના પાત્રને પોતાનો અવાજ આપશે. જોકે, તાજેતરના અહેવાલો મુજબ આ સમાચાર માત્ર અફવા સાબિત થયા છે.

કોણ બનશે ‘રામાયણ’નો જટાયુ?
તાજેતરના રિપોર્ટ્સ અનુસાર, અમિતાભ બચ્ચન નહીં પરંતુ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર આ પાત્રને અમર બનાવવા જઈ રહ્યા છે. પિંકવિલાના અહેવાલ મુજબ, વાયરલ થયેલી એક કોમિક બુકમાં કન્ફર્મ કરવામાં આવ્યું છે કે અનુપમ ખેર જટાયુના પાત્ર માટે પોતાનો દમદાર અવાજ આપશે. જોકે, ફિલ્મ નિર્માતાઓ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

રાવણ અને જટાયુ વચ્ચે જોવા મળશે મહાયુદ્ધ
આ ફિલ્મમાં જટાયુ અને રાવણ (સાઉથ સ્ટાર યશ) વચ્ચેનું ભયાનક મહાયુદ્ધ દર્શાવવામાં આવશે. તાજેતરમાં જ યોજાયેલા એક ઈવેન્ટ દરમિયાન ડિરેક્ટર નિતીશ તિવારીએ જટાયુ અને રાવણના આ સીન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “રાવણ અને જટાયુ વચ્ચેનું યુદ્ધ કેટલું રોમાંચક હોઈ શકે છે, તે તમે જ્યારે થિયેટરમાં ફિલ્મ જોશો ત્યારે જ સમજી શકશો.”

ક્યારે રિલીઝ થશે આ મેગા બજેટ ‘રામાયણ’?
સાઉથ સુપરસ્ટાર યશ અને નમિત મલ્હોત્રા દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ થઈ રહેલી આ પૌરાણિક ફિલ્મ લગભગ ₹4000 કરોડના વિશાળ બજેટમાં બની રહી છે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે:

  • પહેલો ભાગ: આ જ વર્ષે દીવાળીના તહેવાર પર થિયેટરોમાં ધમાકો કરશે.
  • બીજો ભાગ: આગામી વર્ષની દીવાળી પર રિલીઝ કરવામાં આવશે

ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ
આ ફિલ્મની તગડી સ્ટારકાસ્ટમાં ભગવાન રામના પાત્રમાં રણબીર કપૂર, માતા સીતા તરીકે સાઈ પલ્લવી, રાવણના દમદાર રોલમાં યશ, લક્ષ્મણ તરીકે રવિ દુબે, હનુમાનજીના પાત્રમાં સની દેઓલ, રાજા દશરથ તરીકે અરૂણ ગોવિલ, માતા કૌશલ્યાના રોલમાં ઈન્દિરા કૃષ્ણન, કેકેયી તરીકે લારા દત્તા, મંથરાના પાત્રમાં શીબા ચડ્ડા, શૂર્પણખા તરીકે રકુલ પ્રીત સિંહ, વિધુતજીવના રોલમાં વિવેક ઓબેરોય, મંદોદરી તરીકે કાજલ અગ્રવાલ, કૈકસીના પાત્રમાં શોભના અને ઈન્દ્રદેવ તરીકે કુણાલ કપૂર જોવા મળશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤