Chhathi Maiya Song : હવે ફિલ્મનું ખાસ ભક્તિમય ગીત ‘છઠ્ઠી મૈયા’ રજૂ કરવામાં આવ્યું છે. લોકકથા અને કાલ્પનિક તત્વોના સમન્વયવાળી આ ફિલ્મમાં છઠ પૂજાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ગીત રિલીઝ થયા બાદ તેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને માત્ર 20 કલાકમાં તેના વ્યૂઝ 7.4 મિલિયનને પાર કરી ગયા છે.
‘છઠ્ઠી મૈયા’ ગીતમાં જોવા મળી છઠ પૂજાની ઝલક
‘છઠ્ઠી મૈયા’ ગીતમાં તમન્ના ભાટિયા બિહારની પ્રસિદ્ધ છઠ પૂજાની પરંપરાઓને મોટા પડદા પર રજૂ કરતી જોવા મળે છે. ગીતમાં લાલ સાડી, માંગમાં સિંદૂર અને લાલ બંગડીઓ સાથે તમન્ના અન્ય મહિલાઓ સાથે નદી કિનારે આવેલા ઘાટ પર પૂજા કરતી જોવા મળે છે.
ગીતની શરૂઆતમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે છઠ્ઠી મૈયા પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે. ગીતમાં સાંજના અર્ઘ્યથી લઈને સવારની પ્રાર્થના અને ‘કોસી ભરને’ જેવી વિવિધ પરંપરાઓને સુંદર રીતે દર્શાવવામાં આવી છે. આ ભક્તિમય ગીતને વિશાલ મિશ્રાએ પોતાનો અવાજ આપ્યો છે અને સંગીત પણ આપ્યું છે, જ્યારે તેના શબ્દો કૌશલ કિશોરે લખ્યા છે.
‘સમજો ના’ બાદ ફિલ્મનો આધ્યાત્મિક પાસું સામે આવ્યું
આ પહેલાં રિલીઝ થયેલા ‘સમજો ના’ ગીતે દર્શકોને ફિલ્મની રોમેન્ટિક કહાનીની ઝલક આપી હતી. જો, કે ‘છઠ્ઠી મૈયા’ ગીત ફિલ્મના આધ્યાત્મિક પાસાને સામે લાવે છે. ગીતના ભવ્ય દૃશ્યોમાં છઠ પૂજાની વિધિઓ અને આસ્થા દર્શાવવામાં આવી છે, જેના કારણે ગીતને સોશિયલ મીડિયા પર પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
છઠ્ઠી મૈયા કોણ છે?
માર્કંડેય પુરાણ સાથે જોડાયેલી માન્યતા અનુસાર, પ્રકૃતિ દેવીના છ સ્વરૂપોમાંથી છઠ્ઠું સ્વરૂપ વિશેષ મહત્વ ધરાવે છે. આ સ્વરૂપને સર્વોચ્ચ માતૃદેવી તરીકે પૂજવામાં આવે છે અને તેમને ‘છઠ્ઠી મૈયા’ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા અનુસાર તેઓ ભગવાન બ્રહ્માની માનસ પુત્રી છે. છઠ પૂજા દરમિયાન તેમની આરાધના કરવામાં આવે છે અને ભક્તો પરિવારની સુખ-સમૃદ્ધિ, સંતાનના કલ્યાણ અને મનોકામના પૂર્ણ થવા માટે પ્રાર્થના કરે છે.



