લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Google Selfie Video Verification : આવી ગયું સેલ્ફી વિડિયો વેરિફિકેશન! ગૂગલની નવી સર્વિસથી પાસવર્ડ ભૂલી જવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ

by

Thenewsdk

Updated: 24-07-2026, 04.43 PM

Follow us:

જ્યારે તમે તમારા ગૂગલ કે જીમેલ (Gmail) એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જાવ અને એકાઉન્ટ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર કે રિકવરી ફોન તમારી પાસે ન હોય, ત્યારે એકાઉન્ટ રિકવર કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. લોકોની આ જ મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગૂગલ હવે એક નવું અને શક્તિશાળી ફીચર લઈને આવ્યું છે, જેનું નામ ‘સેલ્ફી વિડિયો વેરિફિકેશન’ છે.

શું છે ગૂગલનું નવું ‘સેલ્ફી વિડિયો’ ફીચર?
ગૂગલે પોતાના બ્લોગપોસ્ટ પર આપેલી માહિતી મુજબ, સેલ્ફી વિડિયો ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ પોતાના એકાઉન્ટનો એક્સેસ ગુમાવી ચૂક્યા છે. જો પાસવર્ડ રિકવરી દરમિયાન યુઝર પાસે સામાન્ય કે સ્ટાન્ડર્ડ સાઇન-ઇન વિકલ્પો (જેમ કે OTP કે રિકવરી ઇમેઇલ) ઉપલબ્ધ ન હોય, તો તેઓ વિડિયો સેલ્ફીનો વિકલ્પ પસંદ કરીને પોતાનું એકાઉન્ટ પાછું મેળવી શકશે.

આ નવું ફીચર કેવી રીતે કામ કરશે?

  • પહેલું સ્ટેપ (સેટઅપ): આ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝરે સૌથી પહેલા પોતાના ફોનના સેલ્ફી કેમેરાની મદદથી એક ટૂંકો (Short) વિડિયો રેકોર્ડ કરીને સેટઅપ કરવો પડશે. આ વિડિયો ભવિષ્યના રેફરન્સ માટે ગૂગલ પાસે સુરક્ષિત રીતે સેવ થઈ જશે.
  • બીજું સ્ટેપ (રિકવરી): ભવિષ્યમાં જ્યારે પણ તમે પાસવર્ડ ભૂલી જશો અને ‘Forget Password’ પસંદ કરશો, ત્યારે ગૂગલ તમને લાઈવ વિડિયો રેકોર્ડ કરવાનો વિકલ્પ આપશે.
  • ત્રીજું સ્ટેપ (ઓથેન્ટિકેશન): ગૂગલ તમારા લાઈવ વિડિયોને અગાઉ સેવ કરેલા રેફરન્સ વિડિયો સાથે મેચ કરશે અને વેરીફાઈ કરીને એકાઉન્ટ રિકવર કરી આપશે.

ફોટો કે જૂના વિડિયોથી કામ નહીં ચાલે
ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે આ સિક્યુરિટી પ્રોસેસ દરમિયાન યુઝરે તે જ સમયે પોતાનો લાઈવ વિડિયો જ રેકોર્ડ કરવો પડશે. કોઈ જૂનો રેકોર્ડ કરેલો વિડિયો કે ફોટો બતાવીને એકાઉન્ટ રિકવર કરી શકાશે નહીં, જેથી એકાઉન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત રહે.

ડીપફેક (Deepfake) અને ફ્રોડને પણ પકડી પાડશે આ ટેકનોલોજી
આજના સમયમાં AI અને ડીપફેકના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને ગૂગલે આ સિસ્ટમમાં મલ્ટિપલ સિક્યુરિટી લેયર્સ ઉમેર્યા છે. આ આધુનિક ટેકનોલોજી માત્ર સાચા અને રિયલ વિડિયોને જ ઓથેન્ટિકેટ કરશે. જો કોઈ વ્યક્તિ ડીપફેક વિડિયો કે AI વડે બનાવેલો ચહેરો બતાવવાનો પ્રયાસ કરશે, તો આ સિસ્ટમ તેને તરત જ ઓળખી લેશે અને ફ્રોડ અટકાવશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤