લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Ahmedabad Fatewadi Firing Case : પતિ જેલમાં હતો ને મિત્ર પત્નીને લઈ ગયો, સમાધાન ન કરતા રાત્રે 3 વાગ્યે કર્યું અંધાધૂંધ ફાયરિંગ

by

Thenewsdk

Updated: 25-07-2026, 03.48 PM

Follow us:

દોસ્તી, દગો અને લોહિયાળ અદાવતની એક સનસનાટીભરી ઘટના અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી સામે આવી છે. વર્ષ 2017માં જેલના સળિયા પાછળ બંધ મિત્રની પત્નીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી જનાર શખ્સે જૂની અદાવતનો બદલો લેવા મોડી રાત્રે પતિ પર જ અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. આ લોહિયાળ હુમલામાં યુવકને ગોળી વાગતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.

મિત્ર જેલમાં ગયો ને તરત જ તેની પત્નીને ભગાડી ગયો
ઘટનાની વિગત મુજબ ફતેવાડી વિસ્તારમાં રહેતો અને છૂટક મજૂરી કરતો જાવેદખાન પઠાણ વર્ષ 2017માં પાસા (PASA) હેઠળ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હતો. જાવેદ જેલમાં હતો ત્યારે જ તેના જ અંગત મિત્ર મુજાહિદ્દ સાકીરઅલી નાઈએ દગો કર્યો હતો. મુજાહિદ્દ જાવેદની પત્નીને પોતાની સાથે ભગાડી ગયો હતો. આ ઘટના બાદ બંને કટ્ટર દુશ્મન બની ગયા હતા.

સમાધાન ન કર્યું તો આપી હતી જાનથી મારી નાખવાની ધમકી
અદાવતના ભાગરૂપે જાવેદે મુજાહિદ્દના સાળા સામે પોલીસ ફરિયાદ કરી હતી. મુજાહિદ્દ સતત જાવેદ પર કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યો હતો પરંતુ, જાવેદે સમાધાન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતાં મુજાહિદ્દે તેના વાહનને નુકસાન પહોંચાડ્યું હતું અને ખુલ્લેઆમ ગોળી મારી દેવાની ધમકી આપી હતી.

વહેલી સવારે 3 વાગ્યે ત્રાટક્યા હતા હુમલાખોરો
શુક્રવારે વહેલી સવારે આશરે 3 વાગ્યે જાવેદ અને તેનો ભાઈ પોતાના ઘરની બહાર આવેલી દુકાને બેસીને વાતો કરી રહ્યા હતા. તે જ સમયે મુજાહિદ્દ તેના મિત્ર શહેજાન અને અન્ય એક શખ્સ સાથે ત્યાં આવી પહોંચ્યો હતો. મુજાહિદ્દે અચાનક પિસ્તોલ તાકીને જાવેદ પર ફાયરિંગ કરી દીધું હતું. ગોળી જાવેદના જમણા હાથમાં વાગતાં તે લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

મુખ્ય આરોપી જેલભેગો
ઇજાગ્રસ્ત જાવેદને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વેજલપુર પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને હત્યાના પ્રયાસ (Attempt to Murder) નો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને મુખ્ય આરોપી મુજાહિદ્દની ધરપકડ કરી લીધી છે અને અન્ય બે સાગરીતોની શોધખોળ આદરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤