અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી હોનારત ટળી છે. અનુપમ કોલોની નજીક આવેલા ડી-માર્ટ પાસે પસાર થઈ રહેલી AMTS બસના એન્જિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, બસ ડ્રાઈવરની સતર્કતાને કારણે સમયસર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી.
એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા અને અફરાતફરી મચી
મળતી વિગતો અનુસાર, સવારે 7 વાગ્યાના સુમારે રૂટ નંબર 300ની સર્ક્યુલર બસ બાપુનગર ડી-માર્ટ નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસના આગળના ભાગે એન્જિનમાં વાયરિંગ શોર્ટસર્કિટ થવાના કારણે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવાનું શરૂ થઈ ગયું હતું. ડ્રાઈવરે તુરંત જ બસ રોકી દીધી હતી અને વિલંબ કર્યા વગર તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.



Leave a Comment