લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Surat BRTS Bus Viral Video : સુરતમાં BRTS ડ્રાઈવરની ઘોર બેદરકારી! ચાલુ બસે વૃદ્ધનો હાથ ફસાયો, રસ્તા પર 2-3 ફૂટ સુધી ઢસડાયા

by

Thenewsdk

Updated: 27-07-2026, 02.16 PM

Follow us:

સુરત શહેરના પર્વત પાટીયા BRTS જંકશન પરથી તંત્રની ઘોર બેદરકારી અને ડ્રાઈવરની બેફામ અસંવેદનશીલતાની ઘટના સામે આવી છે. BRTS બસમાં મુસાફરો ચઢી રહ્યા હતા તે જ સમયે ડ્રાઈવરે અચાનક બસ ચાલુ કરી દરવાજો બંધ કરી દેતા એક વૃદ્ધનો હાથ ફસાઈ ગયો હતો.

બસ સહેજ આગળ વધતાં વૃદ્ધ રસ્તા પર 2થી 3 ફૂટ સુધી ઢસડાયા હતા, જ્યારે તેમની પાછળ ચઢતા અન્ય બે યુવકો પણ તેમની ઉપર પડ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે અને હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ચાલુ બસે દરવાજામાં વૃદ્ધનો હાથ ફસાયો
મળતી વિગતો મુજબ પર્વત પાટીયા જંકશન પર લાંબા સમય સુધી બસ ન આવવાના કારણે મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ હતી. બસ સ્ટેન્ડ પર આવતાં જ લોકો બસમાં ચડવા માટે ઉતાવળ કરવા લાગ્યા હતા. આ દરમિયાન ડ્રાઈવરે મુસાફરો પૂરી રીતે અંદર પહોંચે તે પહેલાં જ બસ આગળ વધારી દીધી હતી. દરવાજો બંધ થતાં વૃદ્ધનો હાથ ફસાઈ ગયો હતો અને તેઓ નીચે પટકાઈને ઢસડાયા હતા. જોકે, આસપાસના લોકોના બૂમરાણ બાદ બસ તાત્કાલિક રોકી દેવાતાં મોટો અકસ્માત ટળ્યો હતો.

ઓછી બસો અને બેફામ ડ્રાઈવિંગથી મુસાફરો પર જીવનું જોખમ
સ્થાનિક લોકો અને રોજના મુસાફરોનો આક્રોશ છે કે, સુરત મહાનગરપાલિકાનું BRTS તંત્ર પુરતી બસો દોડાવવામાં નિષ્ફળ નીવડ્યું છે.

  • ઓછી બસો: જરૂરિયાત સામે બસોની સંખ્યા ઓછી હોવાથી સ્ટેશનો પર ભારે અરાજકતાનો માહોલ સર્જાય છે.
  • બેફામ ઝડપ: ડ્રાઈવરો નિયમિતપણે ગતિ મર્યાદા બહાર અને અતિશય ઝડપે બસો હંકારે છે, જેના કારણે અંદર ઉભેલા મુસાફરો સંતુલન ગુમાવી દે છે.
  • દરવાજા ખુલ્લા રાખવા: ચાલુ બસે પણ ઓટોમેટિક દરવાજા ખુલ્લા રાખીને બસ ચલાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤