બોલિવૂડનું લોકપ્રિય કપલ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના લંડનમાં ફેમિલી વેકેશન માણીને ભારત પરત ફરી ચૂક્યા છે. મંગળવારે આ દંપતી પોતાની દીકરી નિતારા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયું હતું. પરિવાર જેવા જ ટર્મિનલથી બહાર નીકળ્યો, કે તરત જ ત્યાં હાજર પેપરાઝીએ તેમને ઘેરી લીધા હતા અને ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન અક્ષય કુમાર અને તેમની દીકરી વચ્ચેનું ક્યૂટ બોન્ડિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ફેન્સ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
એરપોર્ટ પર દેખાયો સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ લુક
પોતાની કાર તરફ આગળ વધતી વખતે અક્ષય કુમારે પેપરાઝી સાથે ટૂંકી વાતચીત કરી તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. બીજી તરફ, ટ્વિંકલ ખન્ના પોતાની દીકરી નિતારા સાથે આગળ વધી ગઈ હતી. એરપોર્ટ પર બંનેનો લુક સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. અક્ષય કુમારે બ્લુ કલરનો ટ્રેકસૂટ અને કેપ પહેરી હતી, જ્યારે ટ્વિંકલ ગ્રીન કલરના કો-ઓર્ડ સેટ અને બ્લેક ટી-શર્ટમાં નજરે પડી હતી.
દીકરી નિતારા સાથે અક્ષયની બોન્ડિંગે જીત્યા દિલ
સોશિયલ મીડિયા પર એરપોર્ટના ફોટોઝ અને વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ ગયા છે. ફેન્સ અક્ષય કુમાર અને તેની દીકરી નિતારાના પ્રેમભર્યા સંબંધની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં અક્ષય પોતાની દીકરી સાથે મસ્તીભર્યા અંદાજમાં વાત કરતો જોવા મળ્યો. કમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું, ‘નિતારા બિલકુલ તેના પિતા અક્ષય જેવી જ દેખાય છે,’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘અક્ષય પોતાની દીકરીને દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરે છે.’
25 વર્ષનો મજબૂત સંબંધ અને લગ્નની વર્ષગાંઠનો ખાસ કિસ્સો
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના 17 જાન્યુઆરી, 2001ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. આ કપલને બે બાળકો છે – પુત્ર આરવ અને પુત્રી નિતારા. પોતાના લગ્નની 25મી વર્ષગાંઠના પ્રસંગે અક્ષયે સોશિયલ મીડિયા પર પોતાની સાસુ અને દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે જોડાયેલી એક રમુજી વાત શેર કરી હતી.
અક્ષયે લખ્યું હતું કે, લગ્નના દિવસે ડિમ્પલ કાપડિયાએ મજાકમાં કહ્યું હતું કે તેઓ ગમે એવી વિષમ પરિસ્થિતિઓમાં પણ હસવા માટે તૈયાર રહે કારણ કે, તેમની દીકરી પણ એવું જ કરે છે! 25 વર્ષ પછી અક્ષયે કહ્યું કે, તેમની સાસુ ક્યારેય ખોટું નથી બોલતી.




Leave a Comment