15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ કુલ 230 ક્રમાંકનો મજબૂત ઉછાળો મારીને T20I બેટ્સમેનોની રેન્કિંગમાં 48મું સ્થાન હાંસલ કર્યું છે, જે તેના કરિયરની શ્રેષ્ઠ રેટિંગ છે. આ રેન્કિંગમાં તેનો ભારતીય સાથી ખેલાડી ઈશાન કિશન વિશ્વનો નંબર-1 બેટ્સમેન બન્યો છે.
ઈશાન કિશને હાંસલ કરી કારકિર્દીની શ્રેષ્ઠ રેટિંગ
ઝિમ્બાબ્વે સામેની સીરીઝની બીજી મેચમાં 81 રનની તાબડતોબ ઈનિંગ રમીને ડાબોડી બેટ્સમેન ઈશાન કિશને પોતાના કરિયરની સૌથી સર્વોચ્ચ 916 રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા, જે T-20I ઈતિહાસની ત્રીજી સૌથી સર્વોચ્ચ બેટિંગ રેટિંગ છે.
ઈશાન આગળ હવે માત્ર અભિષેક શર્મા (931 રેટિંગ પોઈન્ટ્સ) અને ઈંગ્લેન્ડનો ડેવિડ મિલાન (919) જ છે. શ્રેણી પૂર્ણ થયા બાદ ઈશાનની રેટિંગ 910 પોઈન્ટ્સ રહી છે, પરંતુ તેમ છતાં તે બીજા ક્રમે રહેલા પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાન (848) કરતાં ઘણો આગળ છે.
અભિષેક શર્માને નુકસાન
ઝિમ્બાબ્વે સામેની આ ટી-20 સીરીઝમાં ભારતીય ઓપનર અભિષેક શર્માનું બેટ શાંત રહ્યું હતું. તેણે 3 મેચોમાં માત્ર 11 રન બનાવ્યા હતા. આ નબળા પ્રદર્શનના કારણે તેને રેન્કિંગમાં 1 સ્થાનનું નુકસાન થયું છે અને તે ઘટીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ICC પુરુષ T-20 બેટિંગ રેન્કિંગ:
- ઈશાન કિશન – 910 રેટિંગ
- સાહિબઝાદા ફરહાન – 848 રેટિંગ
- અભિષેક શર્મા – 819 રેટિંગ
- ફિલ સોલ્ટ – 799 રેટિંગ
- પથુમ નિસંકા – 751 રેટિંગ
- તિલક વર્મા – 750 રેટિંગ
- જોસ બટલર – 748 રેટિંગ
- હેરી બ્રુક – 734 રેટિંગ
- મિચેલ માર્શ – 706 રેટિંગ
- ડેવાલ્ડ બ્રેવિસ – 702 રેટિંગ
ODI રેન્કિંગમાં કેપ્ટન શુભમન ગિલ નંબર-1 પર
બીજી તરફ વનડે (ODI) રેન્કિંગમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલને મોટો ફાયદો થયો છે. તે 1 સ્થાન ઉપર ચડીને ટોચના (નંબર-1) સ્થાને પહોંચી ગયો છે. ગિલ હાલમાં જ અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સામેની વન-ડે સીરીઝમાં રમતો જોવા મળ્યો હતો. ICCની તાજેતરની વનડે બેટિંગ રેન્કિંગના ટોપ-5માં 3 ભારતીયો સામેલ છે, જેમાં વિરાટ કોહલી ત્રીજા અને રોહિત શર્મા ચોથા સ્થાને છે.
ICC પુરુષ ODI બેટિંગ રેન્કિંગ:
- શુભમન ગિલ – 801 રેટિંગ
- ડેરિલ મિચેલ – 794 રેટિંગ
- વિરાટ કોહલી – 767 રેટિંગ
- રોહિત શર્મા – 758 રેટિંગ
- ઈબ્રાહિમ ઝાદરાન – 712 રેટિંગ




Leave a Comment