લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Spider-Man : સ્પાઈડરમેને ભારતમાં રચ્યો નવો ઈતિહાસ! પહેલા જ દિવસે કમાણીના તમામ રેકોર્ડ ધ્વસ્ત, ‘Avengers Endgame’ પણ પડી ગઈ ફીકી

by

Thenewsdk

Updated: 31-07-2026, 11.31 AM

Follow us:

ભારતીય સિનેમાપ્રેમીઓ વચ્ચે સ્પાઈડરમેન (Spider-Man) નો ક્રેઝ કેટલો ક્રેઝી છે તે કોઈનાથી છૂપું નથી. આ સુપરહીરો ફ્રેન્ચાઈઝીએ હંમેશા ભારતીય બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ કર્યો છે.

પરંતુ આ વખતે નવી ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ (Spider-Man: Brand New Day) એ જે પરાક્રમ કરી બતાવ્યું છે, તેની કલ્પના કદાચ કોઈએ નહીં કરી હોય!

ફિલ્મે રિલીઝ થતાની સાથે જ રેકોર્ડ તોડ્યો
આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર રિલીઝ થતાની સાથે જ એવો કમાલ કરી બતાવ્યો છે, જે મોટા-મોટા બોલિવૂડ સુપરસ્ટાર્સ પણ નથી કરી શકતા. ફિલ્મે પ્રથમ દિવસે જ ઓપનિંગ કલેક્શનના મામલે હોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ ‘એવેન્જર્સ: એન્ડગેમ’ (Avengers: Endgame)નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

પહેલા જ દિવસે બોક્સ ઓફિસ ધ્રુજી ઉઠ્યું
‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ આંતરરાષ્ટ્રીય રિલીઝના બરાબર એક દિવસ પહેલાં એટલે કે 30 જુલાઈના રોજ ભારતીય થિયેટરોમાં ધમાકેદાર રીતે રિલીઝ થઈ. થિયેટરો બહાર ચાહકોની ભારે ભીડ અને ‘હાઉસફુલ’ના બોર્ડ જોવા મળ્યા હતા. બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક (Sacnilk) ના રિપોર્ટ અનુસાર આ ફિલ્મે ભારતમાં પ્રથમ જ દિવસે રૂ. 60.60 કરોડ (નેટ) ની જંગી ઓપનિંગ સાથે ખાતું ખોલ્યું છે.

કુલ શૉ: ભારતમાં આ ફિલ્મને રેકોર્ડબ્રેક 17,250 શૉ મળ્યા હતા
ગ્રોસ કલેક્શન: ફિલ્મનું ગ્રોસ કલેક્શન રૂ. 72.44 કરોડ પર પહોંચી ગયું છે. આ સાથે જ તે ચાલુ વર્ષે ભારતમાં સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મોની યાદીમાં ટોચ પર પહોંચી ગઈ છે.

ફિલ્મને 6 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી
ટોમ હોલેન્ડ (Tom Holland) સ્ટારર આ ફિલ્મને ભારતમાં કુલ 6 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે — ઈંગ્લિશ, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ. દક્ષિણ ભારતમાં કદાચ થોડો ઓછો ક્રેઝ જોવા મળ્યો હોય, પરંતુ ઉત્તર ભારત અને મેટ્રો સિટીઝમાં ઈંગ્લિશ અને હિન્દી વર્ઝને કમાણીના તમામ તળિયા ઝાટક કરી નાખ્યા છે.

ભાષા અનુસાર પ્રથમ દિવસની કમાણી:

  • ઈંગ્લિશ: રૂ. 32.25 કરોડ
  • હિન્દી: રૂ. 22 કરોડ
  • તેલુગુ: રૂ. 3.25 કરોડ
  • તમિલ: રૂ. 3 કરોડ
  • મલયાલમ: રૂ. 7 લાખ
  • કન્નડ: રૂ. 3 લાખ

72.44 કરોડ ગ્રોસ કલેક્શન સાથે આ ઐતિહાસિક રેકોર્ડ
આ ફિલ્મે ક્રિસ્ટોફર નૌલાનની ફિલ્મ ‘ધ ઓડિસી’ (જેણે પ્રથમ દિવસે રૂ. 20 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું હતું) ને તો પાછળ છોડી જ દીધી છે, પરંતુ સૌથી મોટો ધમાકો ‘એવેન્જર્સ: એન્ડગેમ’નો રેકોર્ડ તોડીને કર્યો છે.

અત્યાર સુધી ભારતમાં સૌથી મોટી ઓપનિંગ લેનારી હોલિવૂડ ફિલ્મ ‘એવેન્જર્સ: એન્ડગેમ’ હતી, જેણે પ્રથમ દિવસે આશરે રૂ. 65 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. હવે સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે એ રૂ. 72.44 કરોડ ગ્રોસ કલેક્શન સાથે આ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤