જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ફરી એકવાર મોટા સમાચાર આવ્યા છે! કિંમતી ધાતુઓના ભાવમાં કડાકાનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો.
ગુરુવારના ઘટાડા બાદ સપ્તાહના અંતિમ કારોબારી દિવસે એટલે કે શુક્રવારે પણ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના દરોમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ચાંદીની કિંમતમાં અચાનક એવો કડાકો બોલ્યો છે કે, તે પોતાના ઓલ-ટાઇમ હાઇ લેવલથી અડધાથી પણ ઓછી કિંમતે આવી ગઈ છે. બીજી તરફ સોનાના ભાવ પણ બજાર ખુલતાની સાથે જ સડસડાટ નીચે ખાબક્યા છે.
ચાંદી બજાર ખુલતાની સાથે જ ધડામ દઈને નીચે પટકાઈ
MCX પર કારોબાર ખુલતા જ 1 કિલો ચાંદીના ભાવમાં એક ઝાટકે રૂ. 1,429નો ઘટાડો નોંધાયો છે. ગુરુવારે કારોબાર બંધ થયો ત્યારે 4 સપ્ટેમ્બરની એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ રૂ. 2,19,967 પર બંધ થયો હતો, જે શુક્રવારે સવારે ખુલતાની સાથે જ ગગડીને રૂ. 2,18,538 પ્રતિ કિલો પર આવી ગયો છે.
ઓલ-ટાઇમ હાઇથી ભારે સસ્તી: 29 જાન્યુઆરીના રોજ ચાંદીએ રૂ. 4,20,048નો ઓલ-ટાઈમ હાઈ લેવલ બનાવ્યો હતો. જેની સરખામણીએ ચાંદી અત્યાર સુધીમાં સીધી રૂ. 2,01,510 જેટલી સસ્તી થઈ ચૂકી છે.
જુલાઈ મહિનામાં જંગી ઘટાડો: માત્ર જુલાઈ મહિનાની વાત કરીએ તો, 1 જુલાઈના રોજ ચાંદીનો ભાવ રૂ. 2,30,384 હતો. જુલાઈના આજના આખરી દિવસે ચાંદી રૂ. 11,846 પ્રતિ કિલો સુધી તૂટી ગઈ છે.
સોનાના ભાવ પણ ગગડ્યા
MCX Gold Rate ની વાત કરીએ તો શુક્રવારે સોનામાં પણ ચાંદી જેવા જ હાલ જોવા મળ્યા છે. 5 ઓગસ્ટની એક્સપાયરીવાળું 10 ગ્રામ 24 કેરેટ સોનું (24 Karat Gold) ગુરુવારે રૂ. 1,43,232 પર બંધ થયું હતું. શુક્રવારે સવારે ખુલતાની સાથે જ તે રૂ. 979 સસ્તું થઈને રૂ. 1,42,253 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે.




Leave a Comment