લોડ થઈ રહ્યું છે...
--:--:--

ટેકનોલોજી

Google Gmail Selfie Video Feature : પાસવર્ડ ભૂલી ગયા તો પણ ટેન્શન નહીં! Gmail એકાઉન્ટ પાછું મેળવવા Google લાવ્યું નવું ફીચર

by

Thenewsdk

Updated: 01-08-2026, 02.23 PM

Follow us:

ટેક્નોલોજીની દુનિયામાં સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ગૂગલ એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે. હવે Gmail યુઝર્સ માટે સેલ્ફી વીડિયો વેરિફિકેશન ફીચર લાવવામાં આવી રહ્યું છે, જેની મદદથી પાસવર્ડ ભૂલી જવા અથવા ફોન ખોવાઈ જવા જેવી પરિસ્થિતિમાં પણ એકાઉન્ટને ફરી ઍક્સેસ કરી શકાશે.

ચહેરાથી થશે Gmailની ઓળખ ચકાસણી
આ નવા ફીચરમાં યુઝરની ઓળખ તેમના ચહેરાના વીડિયો દ્વારા કરવામાં આવશે. યુઝરે પોતાના ફોનના કેમેરા સામે ચહેરાનો વીડિયો રેકોર્ડ કરવો પડશે, ત્યારબાદ ગૂગલ આ વીડિયોની સરખામણી અગાઉ સેવ કરેલી ઓળખ સાથે કરશે. આ પ્રક્રિયા ઘણી હદ સુધી iPhoneના Face ID સેટઅપ જેવી હશે, જેમાં યુઝરને અલગ-અલગ એંગલથી ચહેરો બતાવીને વીડિયો રેકોર્ડ કરવો પડશે.

AI અને Deepfake સામે વધારાની સુરક્ષા
આજના સમયમાં AI અને Deepfake ટેક્નોલોજીના વધતા જોખમને ધ્યાનમાં રાખીને ગૂગલની સિસ્ટમ લાઇવ વીડિયો ચેક પણ કરશે. એટલે કે, માત્ર ફોટો કે બનાવટી વીડિયો દ્વારા કોઈ અન્ય વ્યક્તિ એકાઉન્ટ ખોલી ન શકે તેની ખાતરી કરવામાં આવશે. યુઝરને વેરિફિકેશન દરમિયાન કેટલીક સરળ ગતિવિધિઓ કરવા માટે પણ કહેવામાં આવી શકે છે, જેથી વીડિયો ખરેખર લાઇવ છે કે નહીં તે જાણી શકાય.

ફોન ચોરાઈ જાય તો પણ મળશે મદદ
જો કોઈ યુઝરનો ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. બીજા ડિવાઇસથી Gmail ઍક્સેસ મેળવીને યુઝર પોતાનો ફોન ટ્રેક કરી શકે છે અથવા ચોરાયેલા ડિવાઇસમાંથી Google એકાઉન્ટ દૂર કરી શકે છે.

સેલ્ફી વીડિયોનો ઉપયોગ માત્ર સુરક્ષા માટે થશે
આ ફીચરને લઈને ગોપનીયતા અંગે પ્રશ્નો પણ ઉભા થઈ શકે છે. ગૂગલનું કહેવું છે કે વીડિયો યુઝરની પરવાનગી બાદ જ રેકોર્ડ કરવામાં આવશે અને તેને સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવશે. યુઝર ઇચ્છે ત્યારે પોતાના Google એકાઉન્ટમાંથી આ વીડિયો ડિલીટ પણ કરી શકશે. કંપનીના જણાવ્યા મુજબ, આ વીડિયાનો ઉપયોગ માત્ર ઓળખ ચકાસણી અને સાઇન-ઇન પ્રક્રિયાને સરળ બનાવવા માટે કરવામાં આવશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤