ભારતીય વાયદા બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. MCX પર ખરીદી વધતા સોનાનો ભાવ ₹1,52,000ની સપાટી પાર કરી ગયો છે, જ્યારે ચાંદી પણ ₹2,35,000ની નજીક પહોંચી ગઈ છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતથી જ બંને કિંમતી ધાતુઓમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો છે.
ચાંદીમાં ₹2,700થી વધુનો ઉછાળો, સોનાએ પણ બનાવ્યો નવો રેકોર્ડ
MCX પર ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,31,466 હતો. આજે ચાંદી ₹2,31,799ના સ્તરે ખુલ્યા બાદ સતત તેજીમાં રહી હતી. કારોબાર દરમિયાન ચાંદીમાં ₹2,719 સુધીનો ઉછાળો નોંધાયો અને ભાવ ₹2,34,185ની દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
આ તેજીથી ચાંદી ₹2,35,000ના મહત્વપૂર્ણ સ્તરની એકદમ નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ, સોનાના વાયદા ભાવમાં પણ ખરીદીનો જોર જોવા મળ્યો છે. સોનાનો અગાઉનો બંધ ભાવ ₹1,51,820 હતો, જ્યારે આજે ₹1,51,793ના સ્તરે ઓપન થયું હતું. ત્યારબાદ ખરીદી વધતા સોનામાં ₹479નો ઉછાળો આવ્યો અને ભાવ ₹1,52,299ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.




Leave a Comment