ફિલ્મે રિલીઝના ત્રીજા દિવસે ભારતમાં લગભગ રૂ.200 કરોડના ગ્રોસ કલેક્શનનો આંકડો પાર કરવાની નજીક પહોંચી છે. જોકે, યશની જ અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મ ‘KGF: Chapter 2’ની સરખામણીમાં ‘ટોક્સિક’નું કલેક્શન હજુ ઘણું પાછળ છે.
ત્રીજા દિવસે રૂ.26.60 કરોડની કમાણી
શુક્રવારે એટલે કે રિલીઝના ત્રીજા દિવસે ‘ટોક્સિક’એ ભારતમાં તમામ ભાષાઓમાં મળીને રૂ.26.60 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું.
આ સાથે ફિલ્મનું ભારતમાં કુલ નેટ કલેક્શન રૂ.165.35 કરોડ થઈ ગયું છે, જ્યારે ભારતનું ગ્રોસ કલેક્શન લગભગ રૂ.197.70 કરોડ પર પહોંચી ગયું છે. વિદેશી માર્કેટમાંથી મળેલા રૂ.23.75 કરોડ ઉમેરવામાં આવે તો ફિલ્મનું અત્યાર સુધીનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન રૂ.221.45 કરોડ સુધી પહોંચી ગયું છે.
‘KGF 2’ની સરખામણીમાં ‘ટોક્સિક’ પાછળ
ભલે ‘ટોક્સિક’એ ત્રણ દિવસમાં મોટો આંકડો પાર કર્યો હોય, પરંતુ ‘KGF: Chapter 2’ની તુલનામાં યશની નવી ફિલ્મનું પ્રદર્શન પાછળ છે.
‘KGF 2’એ રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં ભારતમાં રૂ.288.50 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું. તેની સામે ‘ટોક્સિક’નું ત્રણ દિવસનું નેટ કલેક્શન રૂ.165.35 કરોડ છે. એટલે બંને ફિલ્મો વચ્ચે હવે લગભગ રૂ.123.15 કરોડનો તફાવત જોવા મળી રહ્યો છે.
રસપ્રદ વાત એ છે કે પ્રથમ દિવસે બંને ફિલ્મોના કલેક્શન વચ્ચેનું અંતર માત્ર રૂ.14.90 કરોડ હતું. પરંતુ બીજા અને ત્રીજા દિવસે ‘ટોક્સિક’ના કલેક્શનમાં ઘટાડો થતાં ‘KGF 2’ સાથેનું અંતર ઘણું વધી ગયું છે.
હિન્દી વર્ઝને સૌથી વધુ કમાણી કરી
ત્રીજા દિવસે ‘ટોક્સિક’ને સૌથી વધુ કમાણી હિન્દી વર્ઝનમાંથી મળી હતી.
– હિન્દી: રૂ.19.15 કરોડ
– કન્નડ: રૂ.5 કરોડ
– તેલુગુ: રૂ.1.50 કરોડ
– તામિલ: રૂ.0.75 કરોડ
– મલયાલમ: રૂ.0.20 કરોડ
ઓક્યુપન્સીની વાત કરીએ તો કન્નડ વર્ઝનમાં સૌથી વધુ 37 ટકા દર્શક હાજરી નોંધાઈ હતી. જ્યારે હિન્દી વર્ઝનમાં ઓક્યુપન્સી લગભગ 26 ટકા રહી હતી.




Leave a Comment