લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Keralam Accident News : મોડી રાત્રે મોતનો ખતરનાક અકસ્માત! પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘૂસી, 8 વિદ્યાર્થીઓના કરુણ મોત

by

Thenewsdk

Updated: 05-09-2026, 10.30 AM

Follow us:

તમિલનાડુના 8 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓનાં મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ બચાવ કામગીરી શરૂ કરવા છતાં કોઈ વિદ્યાર્થીનો જીવ બચાવી શકાયો નહોતો.

ઊભેલી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી કાર
પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે ટ્રક રસ્તા પર ઊભી હતી. દરમિયાન ગુરુવાયુરથી કોડુંગલ્લુર તરફ જઈ રહેલી કાર સીધી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી, કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર તમામ 8 વિદ્યાર્થીઓના મોત થયા હતા. અકસ્મતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

તમામ મૃતકો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ 8 વિદ્યાર્થીઓ તમિલનાડુના ડિંડીગુલની એક એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ ગુરુવાયુરથી કોડુંગલ્લુર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. કારનું રજિસ્ટ્રેશન પણ તમિલનાડુના મદુરૈનું હોવાનું પોલીસે જણાવ્યું છે.

રાત્રે 11:40 વાગ્યે સર્જાયો અકસ્માત
પોલીસના જણાવ્યા મુજબ, શુક્રવારે રાત્રે આશરે 11:40 વાગ્યે કેપમંગલમ વિસ્તારમાં આવેલા પનમ્બિકુન્નુ નજીક અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક તપાસમાં કાર ઊભેલી ટ્રક સાથે અથડાઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, કાર ટ્રક સાથે કયા સંજોગોમાં અથડાઈ અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤