રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર અને નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત બિગ બજેટ ફિલ્મ ‘રામાયણ’ના મેકર્સે જન્માષ્ટમીના પાવન પર્વ પર ‘રાવણ’નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી દેતાં નવો વિવાદ ઊભો થયો છે. આ પોસ્ટર સાથે લખવામાં આવ્યું હતું કે, “દેવ લોક, પૃથ્વી લોક, પાતાળ લોક, ત્રણેય લોકમાં એક જ રાજ હશે- રાવણ રાજ.” જન્માષ્ટમી જેવા પવિત્ર દિવસે રાવણના વખાણ કરતું પોસ્ટર મુકાતાં જ નેટિઝન્સ અને ચાહકોએ મેકર્સની આકરી ટીકા કરવાનું શરૂ કરી દીધું છે.
ભૂલ કે પ્રોમોશનલ સ્ટ્રેટેજી?
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર બે પ્રશ્નો પૂછાઈ રહ્યા છે: શું 4000 કરોડના મેગા બજેટની ફિલ્મની સોશિયલ મીડિયા અને રિસર્ચ ટીમ એટલી નબળી છે કે તેમને જન્માષ્ટમીના મહત્વની ખબર નથી? અથવા શું આ મેકર્સ દ્વારા મફતની પબ્લિસિટી અને બઝ (Buzz) ઊભો કરવાનો જાણીજોઈને કરાયેલો પબ્લિસિટી સ્ટંટ છે?
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નેગેટિવ પબ્લિસિટી ઘણીવાર બેધારી તલવાર સાબિત થાય
- ફ્રી પબ્લિસિટી અને ક્યુરિઓસિટી (ઉત્સુક્તા): વિવાદના કારણે ફિલ્મ સતત હેડલાઈન્સમાં રહે છે. ‘ધ કશ્મીર ફાઈલ્સ’, ‘પદ્માવત’ અને ‘ધ કેરલા સ્ટોરી’ જેવી ફિલ્મો વિવાદોના કારણે લોકોમાં ઉત્સુકતા જગાડવામાં સફળ રહી અને બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ.
- જ્યારે વિવાદ બેકફાયર થાય છે: જો વિવાદથી દર્શકોની ધાર્મિક કે વ્યક્તિગત ભાવનાઓ આહત થાય, તો ફિલ્મ ‘આદિપુરુષ’ (2023) અને ‘લક્ષ્મી’ (2020)ની જેમ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાય છે.
‘રામાયણ’ સાથે જોડાયેલા સતત વિવાદો અને કાસ્ટિંગ પર સવાલો
ફિલ્મ ‘રામાયણ’ જ્યારથી જાહેર થઈ છે ત્યારથી જ કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી છે.
- કાસ્ટિંગ પર વિરોધ: ભૂતકાળમાં બીફ વિવાદમાં રહેલા રણબીર કપૂરને ભગવાન શ્રી રામના રોલમાં અને હિન્દી ભાષા પર પકડ ન ધરાવતી સાઈ પલ્લવીને માતા સીતાના રોલમાં લેવા સામે ચાહકોએ નારાજગી વ્યક્ત કરી છે. શૂર્પણખા બનેલી રકુલપ્રીત સિંહના ગ્લેમરસ લુકના પણ મીમ્સ બની રહ્યા છે.
- પહેરવેશ અને VFX: ટ્રેલર અને ગ્લિમ્પ્સ સામે આવ્યા બાદ કૈકેયી બનેલી લારા દત્તાના કોસ્ચ્યુમની સરખામણી મોડર્ન ડેલી સોપની વહુઓ સાથે થઈ રહી છે, જ્યારે VFXની ગુણવત્તા પર પણ સવાલો ઉઠ્યા છે.
શ્રી રામલીલા મહાસંઘની કડક ચેતવણી
આ વિવાદ વચ્ચે શ્રી રામલીલા મહાસંઘના પ્રમુખ અર્જુન કુમારે ફિલ્મ નિર્દેશક નિતેશ તિવારી અને પ્રોડક્શન હાઉસને પત્ર લખીને કડક ચેતવણી આપી છે. મહાસંઘે માગ કરી છે કે, આ દિવાળીએ રિલીઝ થતાં પહેલાં આ ફિલ્મ તેમના પ્રતિનિધિમંડળને બતાવવામાં આવે. જો હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડતા દ્રશ્યો કે સંવાદો નહીં હટાવાય, તો દેશભરમાં સિનેમાઘરો બહાર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.
ફિલ્મ ‘રામાયણ’ અને બોલિવૂડ વિવાદો અંગે વિશેષ માહિતી
- મલ્ટી-સ્ટારર અને રાષ્ટ્રીય સ્તરનું બજેટ: નિતેશ તિવારીની આ રામાયણ ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે, જેમાં યશ (કેજીએફ ફેમ) રાવણના રોલમાં, સની દેઓલ હનુમાનજીના રોલમાં અને લારા દત્તા કૈકેયીના પાત્રમાં જોવા મળશે.
- ‘આદિપુરુષ’ માંથી બોધપાઠ: 2023માં આવેલી પ્રભાશ સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણ અને સોનાની લંકાને ડાર્ક/મંગોલિયન લૂકમાં દર્શાવવા અને વિવાદાસ્પદ ડાયલોગ્સના કારણે ભારે વિરોધ થયો હતો, જેના કારણે ₹600 કરોડથી વધુના બજેટમાં બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી.
- IMAX 3D ટેકનોલોજી: VFXની ટીકાઓ પર સ્પષ્ટતા આપતાં રણબીર કપૂરે જણાવ્યું હતું કે, “મોબાઈલ સ્ક્રીન કે ઓછા ઈન્ટરનેટ સ્પીડ પર વિઝ્યુઅલ્સ ઈફેક્ટ્સને જજ ન કરો, આ ફિલ્મ કક્ષા અને ભવ્યતા માટે IMAX 3Dમાં જોવા વી છે.”




Leave a Comment