લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

OTT પર ફરી જામશે લવ-લસ્ટનો ખેલ! ‘Lust Stories 3’માં દિગ્ગજ ડિરેક્ટર્સ સાથે ધમાકેદાર સ્ટારકાસ્ટ

by

Thenewsdk

Updated: 01-09-2026, 08.51 PM

Follow us:

બોલિવૂડના ચાર નામી નિર્દેશકો આ વખતે સંબંધો અને મનમાં ધરબાયેલી ઈચ્છાઓને એક નવા દ્રષ્ટિકોણથી રજૂ કરશે. વિક્રમાદિત્ય મોટવાણી, કિરણ રાવ, શકુન બાત્રા અને વિશાલ ભારદ્વાજ પોતાની અલગ-અલગ શોર્ટ ફિલ્મો સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. પ્રેમ અને આધુનિક સંબંધોના તાણાવાણાને વણી લેતી આ ચારેય વાર્તાઓ દર્શકો માટે એકદમ ખાસ બની રહેશે.

દમદાર કલાકારોનો મેળાવડો
સીઝન 3 ના સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ વખતે પણ ધમાકેદાર કલાકારોની ટીમ તૈયાર કરવામાં આવી છે. નિર્દેશક વિક્રમાદિત્ય મોટવાણીની શોર્ટ ફિલ્મમાં રાધિકા આપ્ટે, કોંકણા સેન શર્મા, વિજય વર્મા અને અભિષેક બેનર્જી જોવા મળશે. જ્યારે શકુન બાત્રાની વાર્તામાં અલી ફઝલ અને રાધિકા મદનની જોડી પોતાની એક્ટિંગનો જાદુ વિખેરશે. તે જ સમયે, કિરણ રાવની ફિલ્મમાં ગુરફતેહ પિરજાદા સાથે નવોદિત અભિનેત્રી સના થમ્પી સ્ક્રીન શેર કરતી નજરે પડશે.

રિયલ લાઈફ કપલ અદિતિ અને સિદ્ધાર્થની કેમિસ્ટ્રી
આ સીઝનનું સૌથી મોટું આકર્ષણ રિયલ લાઈફ જોડી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ રહેશે. બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર વિશાલ ભારદ્વાજે પોતાની શોર્ટ ફિલ્મ માટે આ વાસ્તવિક જોડીની પસંદગી કરી છે. રીલ લાઇફમાં રીઅલ લાઈફ પતિ-પત્નીની કેમિસ્ટ્રી જોવી એ દર્શકો માટે ચોક્કસથી એક અનોખો અનુભવ બની રહેશે.

નવી સીઝન પાસે ફેન્સની મોટી અપેક્ષાઓ
‘લસ્ટ સ્ટોરીઝ’ ની પહેલી બે સીઝન સોશિયલ મીડિયા અને દર્શકો વચ્ચે ભારે હિટ રહી હતી. ફેબ્રુઆરી 2026 માં જ્યારે ત્રીજી સીઝનની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારથી જ ચાહકો તેના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે 18 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલો આ નવો ભાગ બોલ્ડનેસ અને ભાવનાત્મક ડ્રામાના નવા રેકોર્ડ સર્જવા પૂરી રીતે તૈયાર છે

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤