લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

‘હું ભારતને મારી ઓળખ માનું છું!’ તિરંગા થીમના ડ્રેસને લઈને ટ્રોલ થઈ ઉર્વશી રૌતેલા, હવે આપ્યો જોરદાર જવાબ

by

Thenewsdk

Updated: 26-08-2026, 04.10 PM

Follow us:

ગત 23 ઓગસ્ટના રોજ જયપુરના જી સ્ટુડિયોઝમાં મિસ યુનિવર્સ ઈન્ડિયા-2026નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. આ ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલા સાથે ભારતની પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન, મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 રિયા સિંઘા, પર્યાવરણવિદ્ પ્રજ્ઞા કપૂર અને સેલિના જેેટલી જેવા દિગ્ગજો જજિંગ પેનલમાં સામેલ હતા.

આ કાર્યક્રમમાં ઉર્વશીએ ત્રિરંગા શેડ્સ ધરાવતું ગાઉન પહેર્યું હતું. વીડિયો વાયરલ થતાં જ નેટિઝન્સે વિરોધ નોંધાવ્યો હતો કે, રાષ્ટ્રધ્વજને વસ્ત્ર તરીકે ધારણ કરવો અથવા તેને ડ્રેસ મટીરીયલ પર પ્રિન્ટ કરવો એ કાયદાકીય રીતે ગુનો છે.

PJsQAAAAAAA==

‘આ ધ્વજની નકલ નથી, પરંતુ ફેશન આર્ટ છે’
વિવાદ અંગે મીડિયા સાથેની વાતચીતમાં ઉર્વશીએ જણાવ્યું હતું કે, “હું મારા દેશને માત્ર મારી રાષ્ટ્રીયતા તરીકે જ નહીં, પરંતુ મારી ઓળખના એક ભાગ તરીકે સાથે રાખીને ચાલું છું. હું એવું કંઈક પહેરવા માગતી હતી જે માત્ર હું ક્યાંથી આવું છું તે જ નહીં,

પરંતુ મારા માટે ભારતનો શો અર્થ છે તે દર્શાવે. આ જ વિચારથી આ કોચર ડ્રેસનો કન્સેપ્ટ આવ્યો હતો.” તેણે વધુમાં ઉમેર્યું કે, આ ગાઉન રાષ્ટ્રધ્વજની અદલ-બદલ નકલ નહોતી પરંતુ ત્રિરંગાથી પ્રેરિત એક ફેશન ડિઝાઈન હતી. આ ડ્રેસ બેલારુસિયન ડિઝાઈનર ડારિયા ચેરમાશેન્ટસેવા (DASHA Fashion Couture) દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો.

ડ્રેસમાં કરવામાં આવેલા ટેકનિકલ ફેરફારો
પોતાના બચાવમાં ટેકનિકલ વિગતો આપતાં ઉર્વશીએ જણાવ્યું કે, ગાઉનમાં ફ્લેગ કોડનું ઉલ્લંઘન ન થાય તે માટે જાણી જોઈને અનેક બદલાવ કરવામાં આવ્યા હતા.

  • કલર અને ડાયરેક્શન: રાષ્ટ્રધ્વજની આડી પટ્ટીઓને બદલે ગાઉનમાં ઊભી પટ્ટીઓનો ઉપયોગ કરાયો હતો.
  • શેડ્સ અને મટિરિયલ: ગાઉનનો ઓરેન્જ કલર કેસરિયાથી અલગ હતો અને ગ્રીનનો શેડ પણ જુદો હતો.
  • કેન્દ્રિય પ્રતીક: ધ્વજના અશોક ચક્રના સ્થાને જ્વેલરી અને સિક્વિન્સથી બનેલું એક સેન્ટ્રલ મોટિફ (ડિઝાઈન) વાપરવામાં આવ્યું હતું, જે અધિકૃત અશોક ચક્રથી સાવ અલગ હતું.

શું કહે છે ભારતીય ફ્લેગ કોડ?

  • ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002: ભારતના રાષ્ટ્રધ્વજના સન્માન અને ઉપયોગ અંગે કડક નિયમો દર્શાવે છે.
  • પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971: આ કાયદા અનુસાર રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કોઈ પોશાક, યુનિફોર્મ, રૂમાલ કે કુશન કવર પર પ્રિન્ટ અથવા એમ્બ્રોઈડરી કરવા માટે કરી શકાતો નથી તેમજ ધ્વજ જમીન, પાણી કે ફ્લોરને અડવો જોઈએ નહીં.

અગાઉ પણ સેલેબ્સ ફસાયા છે વિવાદમાં
ભારતમાં રાષ્ટ્રધ્વજ કે ત્રિરંગા કલર આઉટફિટને લઈને સેલેબ્સ વિવાદમાં આવ્યા હોય એવી આ પહેલી ઘટના નથી.

  • મંદિરા બેદી (2007): ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ત્રિરંગા બોર્ડરવાળી સાડી પહેરવા બદલ તેની સામે FIR દાખલ થઈ હતી.
  • મહિમા ચૌધરી અને મલ્લિકા શેરાવત: અગાઉ બોલિવૂડની અન્ય અભિનેત્રીઓ પણ રાષ્ટ્રીય પ્રતીકોના અયોગ્ય ઉપયોગ કે ફેશન ડ્રેસિંગ બદલ કાનૂની અને સોશિયલ મીડિયા વિવાદોનો સામનો કરી ચૂકી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤