લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

દીપિકા પાદુકોણની બીજી પ્રેગ્નન્સીના ક્યૂટ ફોટોઝ વાયરલ! દુઆ સાથેના પોઝે જીત્યું દિલ, રણવીરની મસ્તી પણ છવાઈ

by

Thenewsdk

Updated: 09-09-2026, 04.55 PM

Follow us:

આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટ થીમ પર આધારિત છે, જેમાં આખો પરિવાર સફેદ કપડાંમાં સજ્જ જોવા મળી રહ્યો છે. આ ફોટોશૂટમાં સૌથી વધુ ધ્યાન તેમની માસૂમ દીકરી દુઆ પાદુકોણ સિંહે ખેંચ્યું છે.

એક તસવીરમાં દુઆ તેની માતા દીપિકાના મોટા થઈ રહેલા બેબી બમ્પને પ્રેમથી નિહાળતી જોવા મળે છે, જ્યારે અન્ય તસવીરોમાં તે તેના પિતા રણવીર સિંહના ખભા પર રમીને મસ્તી કરતી નજરે પડે છે. રણવીરે પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે: “બેબી દુઆ અને અમારું દિલ મોટાં થઈ રહ્યાં છે! આપની પ્રાર્થનાઓ માટે આભાર!”

ટૂંક સમયમાં જ થઈ શકે છે દીપિકાની ડિલિવરી
વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં દીપિકા પાદુકોણનો બેબી બમ્પ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જેને જોઈને અટકળો તેજ થઈ ગઈ છે કે તે હાલમાં પ્રેગ્નન્સીના ૯મા મહિનામાં હોઈ શકે છે.

અગાઉ પોતાની પ્રથમ પ્રેગ્નન્સી વખતે પણ મેટરનિટી ફોટોશૂટ શેર કર્યાના કલાકો કે દિવસોમાં જ દીપિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. તેથી ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે કપલ ખૂબ જ જલ્દી બીજા બાળકના જન્મના સમાચાર આપી શકે છે.

એપ્રિલમાં કરી હતી બીજી પ્રેગ્નન્સીની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, દીપિકા અને રણવીરે 19 એપ્રિલ, 2026ના રોજ સોશિયલ મીડિયા પર બીજી વખત પેરેન્ટ્સ બનવાની ગુડ ન્યૂઝ આપી હતી. તે સમયે પણ તેમણે એક યુનિક ફોટો શેર કર્યો હતો જેમાં નાની દુઆ પોતાના હાથમાં પોઝિટિવ પ્રેગ્નન્સી કિટ પકડીને જોવા મળી હતી.

સપ્ટેમ્બર 2024માં થયો હતો દુઆનો જન્મ
દીપિકા પાદુકોણે 8 સપ્ટેમ્બર, 2024ના રોજ દુઆને જન્મ આપ્યો હતો. શરૂઆતમાં આ કપલે પોતાની દીકરીનો ચહેરો કે તસવીરો લાઈમલાઈટથી દૂર રાખી હતી. ત્યારબાદ નવેમ્બર 2024માં દિવાળીના પાવન પર્વ પર તેમણે દીકરીનું નામ ‘દુઆ’ જાહેર કરીને પહેલીવાર તેનો ચહેરો ફેન્સ સામે રિવિલ કર્યો હતો.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤