લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર ટક્કર! બેફામ ઝડપે દોડતી કાર ડાયવર્ઝનના પતરા સાથે અથડાતા ખળભળાટ

by

Thenewsdk

Updated: 15-09-2026, 11.12 AM

Follow us:

ઇસ્કોન બ્રિજ પર વાઇડ એન્ગલ સામે અકસ્માતનો મેસેજ મળતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાં અકસ્માતગ્રસ્ત કાર મળી આવી હતી અને કારચાલક હેત પરીખ પણ ઘટનાસ્થળે હાજર હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે ગાંધીનગરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ફૂલ સ્પીડમાં કાર ચલાવતી વખતે બેલેન્સ ગુમાવ્યું હતું અને કાર ડાયવર્ઝન માટે મૂકવામાં આવેલા લોખંડના પતરા સાથે અથડાઈ ગઈ હતી.

કારના આગળના અને પાછળના ભાગે ભારે નુકસાન
અકસ્મતમાં કારના આગળના બમ્પર, બોનેટ, પાછળની ડેકી તેમજ બંને સાઇડની બોડીના ભાગે મોટું નુકસાન થયું છે. જોકે અકસ્માત ગંભીર હોવા છતાં ચાલક કે અન્ય કોઈ વ્યક્તિને ઈજા થઈ ન હતી. જાહેરમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ પોલીસે હેત પરીખ સામે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.

ઇસ્કોન બ્રિજ પર ડાયવર્ઝનના કારણે અકસ્માત
ઉલ્લેખનીય છે, કે ઇસ્કોન બ્રિજ ઊતરીને કર્ણાવતી ક્લબ તરફ જતા રોડને બીજા બ્રિજ સાથે જોડવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરીને કારણે વાઇડ એન્ગલ સામેનો ઇસ્કોન બ્રિજનો રેમ્પ બે દિવસ પહેલાં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝન વચ્ચે જ વહેલી સવારે કાર લોખંડના પતરા સાથે અથડાઈ હતી.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤