T20 મેચમાં તોફાની બેટિંગ કરીને સનસનાટી મચાવી દીધી હતી. બ્રૂકે માત્ર 49 બોલમાં અણનમ 114 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે દુનિથ વેલ્લાલગેની એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા હતા. બ્રૂકની આ વિસ્ફોટક ઇનિંગના જોરે ઈંગ્લેન્ડે શ્રીલંકાને મોટા અંતરથી હરાવ્યું હતું.
હેરી બ્રૂકે એક જ ઓવરમાં ફટકાર્યા 30 રન
હેરી બ્રૂકે પોતાની 114 રનની અણનમ ઇનિંગ દરમિયાન 10 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. મેચની પાંચમી ઓવરમાં તેણે શ્રીલંકાના સ્પિનર દુનિથ વેલ્લાલગે સામે બાઉન્ડરીનો વરસાદ કર્યો હતો.
વેલ્લાલગેની ઓવરના પહેલા બોલ પર બ્રૂકે મિડ-ઓનની દિશામાં છગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ સતત બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. ચોથા અને પાંચમા બોલ પર ફરી બે સિક્સર ફટકારી હતી અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને એક જ ઓવરમાં 30 રન પૂરા કર્યા હતા. બ્રૂકે માત્ર 20 બોલમાં પોતાની ફિફ્ટી પણ પૂરી કરી હતી.
ઈંગ્લેન્ડે 20 ઓવરમાં ફટકાર્યા 254 રન
બ્રૂકની તોફાની બેટિંગ ઉપરાંત જોસ બટલરે પણ આક્રમક ઇનિંગ રમી હતી. બટલરે 44 બોલમાં 80 રન બનાવ્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. વિલ જેક્સે 21, એન્યુરિન ડોનાલ્ડે 12 અને ટૉમ બેન્ટને 10 રનનું યોગદાન આપ્યું હતું. આ બેટિંગના કારણે ઈંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 254 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.
શ્રીલંકાની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી
255 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર 19 ઓવરમાં 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દુનિથ વેલ્લાલગેએ સૌથી વધુ 37 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય બેટર્સ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.
પરિણામે ઈંગ્લેન્ડે આ મેચ 119 રનના મોટા અંતરથી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડ તરફથી સની બેકરે 12 રનમાં 3 વિકેટ ઝડપી હતી, જ્યારે લિયામ ડોસન અને જેમી ઓવરટને 2-2 વિકેટ મેળવી હતી. જોશ ટંગ, વિલ જેક્સ અને આદિલ રશીદને 1-1 વિકેટ મળી હતી.



