સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રાધિકા મર્ચન્ટ અને શ્લોકા મહેતા એકબીજાના ગળામાં હાથ નાખીને ઢોલના તાલે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંને વચ્ચેની આ દેરાણી-જેઠાણીની બોન્ડિંગે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વિસર્જનના સેલિબ્રેશન દરમિયાન બંને ખૂબ જ ખુશમિજાજ અંદાજમાં જોવા મળ્યા અને આસપાસ ચાલી રહેલી ઉજવણીમાં ઉત્સાહપૂર્વક સામેલ થયા.
રાધિકા અને શ્લોકાને આ રીતે સાથે ડાન્સ કરતા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેમની બોન્ડિંગની ચર્ચા કરી રહ્યા છે. ખાસ કરીને એકબીજાને ભેટીને કરેલો તેમનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નીતાએ કર્યા સાષ્ટાંગ દંડવત પ્રણામ
અંબાણી પરિવારના ગણેશ વિસર્જનના વીડિયોમાં નીતા અંબાણી પણ ભક્તિભાવ સાથે જોવા મળ્યા. ગણપતિ બાપ્પાને વિદાય આપતી વખતે તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા. બીજી તરફ, સમગ્ર સેલિબ્રેશનમાં ઢોલ-નગારા સાથે ગરબાની પણ ધૂમ જોવા મળી હતી. પરિવારના સભ્યો અને હાજર લોકો ભક્તિ સાથે ઉત્સવના રંગમાં રંગાયેલા જોવા મળ્યા.
પિંક ડ્રેસમાં શ્લોકાનો એલિગન્ટ લુક
ગણપતિ વિસર્જન દરમિયાન શ્લોકા મહેતા બ્રાઈટ પિંક રંગના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી. તેના સૂટ પર ગોલ્ડન ટોનની હેવી એમ્બ્રોઇડરી અને ઝીણું વર્ક હતું, જે તેના લુકને ફેસ્ટિવ ટચ આપી રહ્યું હતું. તેણે વાળ અને મેકઅપને સિમ્પલ રાખ્યો હતો, જેના કારણે તેનો સમગ્ર લુક એલિગન્ટ દેખાતો હતો.
રાધિકા પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી
બીજી તરફ, રાધિકા મર્ચન્ટ લાઈટ પિંક કલરના અનારકલી સૂટમાં જોવા મળી. તેના આઉટફિટમાં હળવું ડિટેલિંગ હતું અને તેણે પોતાનો લુક સિમ્પલ તથા ગ્રેસફુલ રાખ્યો હતો. જોકે, વિસર્જન દરમિયાન તેનો ડાન્સિંગ અંદાજ એકદમ અલગ જોવા મળ્યો. રાધિકા પૂરા જોશ સાથે ઉજવણી કરતી અને ઢોલના તાલે ડાન્સ કરતી નજરે પડી હતી.



