લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

કોલેજ જતી 19 વર્ષની યુવતીને ક્રેને અડફેટે લીધી! અમદાવાદમાં અકસ્માત બાદ ચાલક ફરાર

by

Thenewsdk

Updated: 22-09-2026, 02.58 PM

Follow us:

સવારના સમયે પોતાના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નાઓ સાથે કોલેજ જઈ રહેલી 19 વર્ષની નિર્દોષ યુવતી પર એક પૂરપાટ ઝડપે આવતી ક્રેન ફરી વળી હતી. ક્રેનની અડફેટે આવતા યુવતીને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ અત્યંત દર્દનાક મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો.

મૃતક વિદ્યાર્થીનીની ઓળખ અને અકસ્માતના દૃશ્યો
ગોઝારા અકસ્માતમાં કાળધર્મ પામેલી યુવતીની ઓળખ 19 વર્ષીય પ્રેરણા નિનામા તરીકે થઈ છે. પ્રેરણા સિલ્વર ઓક કોલેજમાં B.Sc ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસથી પસાર થતા રાહદારીઓ અને અન્ય વિદ્યાર્થીઓ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. અકસ્માત બાદ ક્રેનનો ચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો અને વિદ્યાર્થીઓના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.

સીસીટીવી કેમેરામાં કેદ થઈ ભયાનક ઘટના
આ સમગ્ર અકસ્માતની કાળજું કંપાવી દે તેવી ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં ક્રેન ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

બનાવની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ક્રેન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤