લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

રોજગારનો મોટો સવાલ! ડિલિવરી કે રાઇડ ડ્રાઇવિંગ—કયું કામ આપી શકે વધુ કમાણી? જાણો સંપૂર્ણ ગણિત

by

Thenewsdk

Updated: 23-09-2026, 02.32 PM

Follow us:

ભારતમાં ગિગ ઇકોનોમી ખૂબ જ ઝડપથી વધી રહી છે અને યુવાનો પાસે પોતાના ટુ-વ્હીલર અથવા તો સાઇકલથી પૈસા કમાવાના મુખ્ય બે વિકલ્પો ઉપલબ્ધ છે. પહેલો વિકલ્પ સ્વિગી, ઝોમેટો અને ઝેપ્ટો જેવી ક્વિક કૉમર્સ કંપનીઓમાં ડિલિવરી પાર્ટનર બનવાનો છે, જ્યારે બીજો વિકલ્પ ઉબેર, ઓલા અને રેપિડો જેવા પ્લેટફોર્મ પર રાઇડ-શેરિંગ ડ્રાઇવર તરીકે કામ કરવાનો છે. પ્રથમ નજરે આ બંને કામ એકસરખા લાગે છે, પરંતુ કમાણી, જોખમ અને અનુકૂળતાની દ્રષ્ટિએ આ બંને ક્ષેત્રોમાં મોટો તફાવત જોવા મળે છે.

વ્હીકલ અને ડોક્યુમેન્ટ્સના નિયમોમાં તફાવત
વાહન અને દસ્તાવેજોની દ્રષ્ટિએ ડિલિવરી પાર્ટનર બનવામાં વધુ ફ્લેક્સિબિલિટી અને નમ્યતા જોવા મળે છે. જો તમારી પાસે બાઇક કે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો પણ તમે સાઇકલ, ઇ-સાઇકલ કે ભાડાની ઇ-બાઇક દ્વારા ઝેપ્ટો કે સ્વિગીમાં ડિલિવરી પાર્ટનર બનીને કામ શરૂ કરી શકો છો. આ કામ માટે ડ્રાઇવિંગ લાઇસન્સ કે આર.સી. બુક જેવા દસ્તાવેજો હોવા ફરજિયાત નથી. બીજી તરફ, રાઇડ-શેરિંગ પ્લેટફોર્મ પર મુસાફરોને લાવવા-લઇ જવા માટે વેલિડ કે કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ, વહીકલ આરસી, ઇન્સ્યોરન્સ અને યોગ્ય બેકગ્રાઉન્ડ વેરિફિકેશન અત્યંત જરૂરી બને છે.

કમાણી અને પે-આઉટની વિવિધ પદ્ધતિઓ
બંને ક્ષેત્રોમાં કમાણી અને પે-આઉટ મેળવવાની પદ્ધતિ સાવ અલગ છે. ડિલિવરી પ્લેટફોર્મ પર ચૂકવણી અંતર, સમય, રોડ ટ્રાફિક, હવામાન અને કસ્ટમર રેટિંગના આધારે નક્કી થાય છે. આ સિવાય 15 ઓર્ડર પૂરા કરવા પર ખાસ ઇન્સેન્ટિવ અથવા ખરાબ હવામાનમાં એક્સ્ટ્રા પે-આઉટ જેવી સ્કીમનો લાભ પણ મળે છે. રાઇડ-શેરિંગમાં પ્રતિ કિલોમીટર બેઝ ફેર અને પિક-અપ અથવા ડ્રોપના અંતર મુજબ માર્જિન આપવામાં આવે છે. પીક અવર્સ અથવા વરસાદ દરમિયાન સર્જ પ્રાઇસિંગનો સીધો ફાયદો ડ્રાઇવરોને મળે છે તેમજ ગ્રાહક તરફથી મળતી ટિપની સંપૂર્ણ રકમ પણ ડ્રાઇવરના એકાઉન્ટનમાં જ જાય છે.

ઓનબોર્ડિંગ ફી અને કિટનો ખર્ચ
જોઇનિંગ ફી અને કિટના ખર્ચ બાબતે પણ બંને ક્ષેત્રો અલગ પડે છે. ડિલિવરી બોય તરીકે જોડાતી વખતે બેગ, ટી-શર્ટ અને જેકેટ માટે અંદાજે ₹1500 સુધીની ઓનબોર્ડિંગ ફી આપવી પડે છે, જે પાછળથી અઠવાડિક કમાણીમાંથી હપ્તામાં કપાય છે. રાઇડ-શેરિંગમાં કૅપ્ટન બનવા માટે બે હેલ્મેટ (એક પોતાના માટે અને એક મુસાફર માટે) પોતાની જાતે ખરીદવાના રહે છે અથવા તો ઓનબોર્ડિંગ સેન્ટર પરથી મેળવવા પડે છે.

સુરક્ષા અને કામનું વાતાવરણ
કામના વાતાવરણ અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી ડિલિવરી જોબ વધુ સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે, તેમાં માત્ર સામાન પહોંચાડવાનો હોય છે, જેથી ગ્રાહકો સાથે સીધા વિવાદની શક્યતા નહિવત રહે છે. રાઇડ-શેરિંગમાં રાઇડરનું વર્તણૂક, લો-રેટિંગ અને મોડી રાતની શિફ્ટમાં સુરક્ષાનું જોખમ સહેજ વધુ હોય છે, જોકે ઉબેર જેવી કંપનીઓ ઇમરજન્સી SOS અને ટ્રિપ ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પૂરી પાડે છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤