લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

‘ભાઈ પાછો આવી જા, મારા જીવ…’ અકાળે છીનવાયો એકનો એક ભાઈ, જાણીતી ગુજરાતી સિંગર બહેનો શોકમાં

by

Thenewsdk

Updated: 24-09-2026, 03.18 PM

Follow us:

રાજકોટ-મોરબી હાઈવે પર હડાળા ગામ નજીક મધરાતે ગમખ્વાર અકસ્માતમાં 20 વર્ષીય કાના હુંબલનું મોત થતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે. પૂરઝડપે આવેલા ટ્રકે રસ્તા પર પાર્ક કરેલી કાર અને રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતાં બે લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં કાના હુંબલ ઉપરાંત 45 વર્ષીય અજીતશાહજીલુશાહ શાહમદારનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

પાંચ બહેનોના એકના એક ભાઈનું મોત
અકાળે જીવ ગુમાવનાર કાના હુંબલ પાંચ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. પરિવારની માહિતી મુજબ તેની બે બહેનો જાણીતી ગુજરાતી સિંગર મીરા આહિર અને વૈશાલી આહિર છે. એકના એક ભાઈના અચાનક મોતના સમાચારથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.

ભાઈના નિધન બાદ બહેનો અને પરિવારજનોનો આક્રંદ હૃદયદ્રાવક બન્યો છે. પરિવાર માટે આ દુઃખદ ઘટનાને વધુ કરુણ બનાવતી બાબત એ છે કે કાનાની એક બહેન હાલ વિદેશમાં સિંગિંગ કાર્યક્રમ માટે ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં તેને ભાઈના અકસ્માતમાં મોતના સમાચાર મળતાં પરિવારજનોમાં શોકની લાગણી વધુ ઘેરી બની હતી.

પાર્ક કરેલી કાર અને રિક્ષાને ટ્રકે મારી ટક્કર
પ્રાથમિક વિગતો મુજબ, રાજકોટ-મોરબી હાઈવે પર હડાળા ગામ નજીક કાર અને રિક્ષા રસ્તા પર પાર્ક કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન પૂરઝડપે આવેલા ટ્રકે બંને વાહનોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બે વ્યક્તિઓને જીવ ગુમાવવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબી ઉર્ષમાં જતી વખતે શાહમદારનો પણ અકસ્માતમાં ભોગ
અકસ્મતમાં મૃત્યુ પામેલા 45 વર્ષીય અજીતશાહજીલુશાહ શાહમદાર ભાવનગર રોડ વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પોતાના પુત્ર સાથે મોરબી ખાતે ઉર્ષમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા.

CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
અકસ્મતનો મહત્વનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. દૃશ્યોમાં હાઈવે નજીક પાર્ક કરેલી કાર અને રિક્ષા તરફ પૂરઝડપે આવતું ટ્રક જોવા મળે છે અને ત્યારબાદ બંને વાહનોને ટક્કર થતાં અકસ્માત સર્જાય છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરી ટ્રકની ગતિ સહિત અકસ્માતની સમગ્ર હકીકત અંગે તપાસ હાથ ધરી છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤