લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગુજરાતમાં રાષ્ટ્રપતિ મુર્મુની એન્ટ્રી! 22 સપ્ટેમ્બરે એકતાનગરમાં યોજાશે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ

by

Thenewsdk

Updated: 21-09-2026, 02.29 PM

Follow us:

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી એટલે કે 21 સપ્ટેમ્બરથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેમના પ્રવાસ દરમિયાન 22 સપ્ટેમ્બરે એકતા નગર, કેવડિયા ખાતે 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એવોર્ડ અર્પણ કરશે. ખાસ વાત એ છે, કે આ વર્ષે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન નવી દિલ્હીની બહાર કરવામાં આવી રહ્યું છે.

એકતા નગરમાં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહ
22 સપ્ટેમ્બરે એકતા નગર, કેવડિયા ખાતે યોજાનારા 72મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં દેશભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો, દિગ્દર્શકો, ટેકનિશિયનો અને અન્ય કસબીઓ ભારતીય સિનેમામાં વર્ષ 2024ની ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત થશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહને માત્ર રાજધાની સુધી મર્યાદિત ન રાખીને ભવિષ્યમાં દેશના અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં યોજવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે ગુજરાતના એકતા નગરને યજમાન બનાવવામાં આવ્યું છે.

23 સપ્ટેમ્બરે વડોદરામાં કાર્યક્રમો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 23 સપ્ટેમ્બરે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે.

આ ઉપરાંત રાષ્ટ્રપતિ બ્રહ્માકુમારીઝના ‘Spiritual Awakening for World Renewal’ અભિયાનનો પ્રારંભ કરશે અને વડોદરામાં નવનિર્મિત ‘Global Spiritual Palace’ Retreat Centreનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ બ્રહ્માકુમારીઝ નડિયાદના ‘Youth for Viksit Bharat: Awakening Inner Strength for Nation Building’ અભિયાનનો વર્ચ્યુઅલ પ્રારંભ પણ કરશે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤