લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

કાયદો જાળવનારી મહિલા PI પોતે બની ત્રાસનો ભોગ! પતિ સહિત સાસરિયાઓ સામે ગંભીર ફરિયાદ, સાસુ-નણંદ પર માનસિક ત્રાસના આરોપ

by

Thenewsdk

Updated: 24-09-2026, 03.25 PM

Follow us:

અમદાવાદમાં છેલ્લા 8 વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતી 31 વર્ષીય મહિલા PIએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ગંભીર આરોપો સાથે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2023માં લગ્ન થયા બાદ બીજા જ દિવસથી જ સાસુ, સસરા, નણંદ અને પતિ દ્વારા દહેજ મામલે ત્રાસ આપવાનું શરૂ થયું હતું.

પતિ અકુદરતી સંબંધ માટે દબાણ કરતો હોવાનો આરોપ
મહિલા PIની ફરિયાદ મુજબ, તેમનો પતિ દરરોજ દારૂનું સેવન કરતો હતો અને સામાન્ય શારીરિક સંબંધ બાંધવામાં સક્ષમ ન હોવાથી તેમના પર અકુદરતી સંબંધ માટે દબાણ કરતો હતો. આ માટે પત્ની તૈયાર ન થાય અથવા તે નિષ્ફળ જાય ત્યારે પતિ મારઝૂડ કરીને ક્રૂર વર્તન કરતો હોવાનો પણ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે.

સાસુ પર તિજોરીનો સામાન વેરવિખેર કરવાનો આરોપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ઘરની સંપૂર્ણ આર્થિક જવાબદારી મહિલા PI પોતે જ નિભાવતા હતા. નોકરીના કારણે તેમણે રસોઈ માટે એક મહિલાને કામે રાખી હતી, પરંતુ સાસુએ તેની સાથે ઝઘડો કરીને તેને કામ પરથી કાઢી મૂકી હતી. એટલું જ નહીં, મહિલા PIની ગેરહાજરીમાં સાસુ તિજોરીનો સામાન પણ વેરવિખેર કરી નાખતા હોવાનો આરોપ છે.

નણંદે બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનો આક્ષેપ
મહિલા PIની નણંદ બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપ છે કે નણંદે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને PIની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટની માહિતી મેળવી હતી. બીજી તરફ, વીમા પોલિસીમાં પિતાનું નામ દાખલ કરાવવા મુદ્દે પણ પતિ સાથે વારંવાર ઝઘડો થતો હતો. પતિ મહિલા PI પર નોકરી છોડી દેવા માટે સતત માનસિક દબાણ કરતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤