લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ice cream : આઈસ્ક્રીમ ખરીદતા પહેલાં ચેતજો! ગુજરાત સરકારનું રાજ્યવ્યાપી અભિયાન, આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત

by

Thenewsdk

Updated: 18-11-2026, 01.53 PM

Follow us:

એક રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક બાદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

દેખાવ, ટેક્સચર અને સ્વાદમાં સમાન હોવાથી ગ્રાહકોમાં થાય છે મોટી ગેરસમજ
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને આ બંને ખાદ્ય ઉત્પાદનો વચ્ચેનો ભેદ પારખતા શીખવવાનો છે. આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ દેખાવ, બનાવટ (ટેક્સચર) અને સ્વાદમાં લગભગ એકસરખા જ લાગે છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો ઘણીવાર બંનેને એક જ સમજી બેસે છે. પરંતુ વાસ્તવમાં આ બંને પ્રોડક્ટ્સમાં વપરાતી સામગ્રી અને તેમની ઉત્પાદન પ્રક્રિયામાં મોટો તફાવત રહેલો છે.

આઈસ્ક્રીમમાં દૂધની ફેટ અને ફ્રોઝન ડેઝર્ટમાં વપરાય છે વનસ્પતિ ફેટ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના જણાવ્યા અનુસાર, અસલી આઈસ્ક્રીમ દૂધ અને દૂધની ફેટ (મલાઈ/ક્રીમ) માંથી બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટ બનાવવામાં વનસ્પતિ તેલ અથવા વેજિટેબલ ફેટનો ઉપયોગ થાય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આ બંને ઉત્પાદનો કાયદેસર રીતે માન્ય ખાદ્ય પદાર્થો છે, પરંતુ મોટાભાગના ગ્રાહકો આ તફાવતથી અજાણ હોવાથી ફ્રોઝન ડેઝર્ટને જ આઈસ્ક્રીમ સમજીને ખરીદી લે છે.

છૂટક વેચનારાઓએ લગાડવા પડશે સ્પષ્ટ સાઇનબોર્ડ
આરોગ્ય મંત્રીએ ગ્રાહકોને કોઈપણ પેકેજ્ડ પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેના લેબલ પર ખાસ કરીને ઉત્પાદનનું નામ, તેમાં વપરાયેલી સામગ્રીની યાદી અને પોષક તત્વોની માહિતી અવશ્ય તપાસવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત, તેમણે છૂટક (લૂઝ) આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ કરતા વિક્રેતાઓને પણ સૂચના આપી છે કે તેઓ ગ્રાહકોમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય તે માટે પોતાની દુકાન કે લારી પર તેઓ આઈસ્ક્રીમ વેચે છે કે ફ્રોઝન ડેઝર્ટ તે અંગેના સ્પષ્ટ સાઇનબોર્ડ દર્શાવે.

Related Latest News

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤