લોડ થઈ રહ્યું છે...
--:--:--

ઠાકોર-રબારી બાદ હવે બ્રહ્મસમાજ ‘સામાજિક બંધારણ’ બનાવશે, લગ્નમાં આંધળા ખર્ચ અને દેખાદેખી પર લાગશે બ્રેક

1770614656206 sofw79iy3g

ગાંધીનગર ખાતે યોજાયેલી બ્રહ્મસમાજની મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરીવાજો અને ખર્ચાળ પરંપરાઓ સામે ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. સમાજ હવે પોતાનું ‘સામાજિક બંધારણ’ તૈયાર કરીને મધ્યમવર્ગીય પરિવારોને રિવાજોના નામે થતી આર્થિક પાયમાલીમાંથી બચાવવાનો પ્રયત્ન કરશે. દેખાદેખી છોડીને બચત અને વ્યવહારુ દિશામાં આગળ વધવાની સ્પષ્ટ ઘોષણા કરવામાં આવી છે. સમાજ અગ્રણી યજ્ઞેશ દવેએ લગ્ન પ્રસંગોમાં થતા આંધળા ખર્ચ … Read more

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ: ન્યાય વ્યવસ્થામાં ગુજરાત 4થા ક્રમેથી 11મા ક્રમે સરક્યું

1770613038280 2yka44rejr2

પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય જેવા ન્યાય તંત્રના આધારસ્તંભો પર આધારિત ‘ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ’માં ગુજરાતની ન્યાય વ્યવસ્થાની કાર્યક્ષમતા અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ગુજરાત ન્યાયિક કામગીરીના કુલ રેન્કિંગમાં 11મા ક્રમે સરક્યું છે, જ્યારે કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યો ગુજરાત કરતાં વધુ કાર્યક્ષમ ન્યાય વ્યવસ્થા ધરાવતા … Read more

પાકિસ્તાનનો ‘યુ-ટર્ન’: ભારત સામે રમવા તૈયાર, પણ PCBએ આર્થિક વળતરની કરી માંગણી

1770608526436

ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી T20 વર્લ્ડ કપની બહુચર્ચિત મેચને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે મહત્વનો નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી મેચના બહિષ્કારની ખુલ્લી ધમકી આપતું પાકિસ્તાન હવે પોતાનો સ્વર નરમ પાડતું દેખાઈ રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સામે શરતો મૂકીને સોદાબાજી શરૂ કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાક્રમે ક્રિકેટપ્રેમીઓ અને … Read more

MCX પર ઐતિહાસિક તેજી: ચાંદીમાં ₹14,005નો રેકોર્ડબ્રેક ઉછાળો, સોનું ચમક્યું

1770609339106 i3daptoa4n

ભારતીય કોમોડિટી માર્કેટમાં સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી નોંધાઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો, જેમાં ચાંદીએ તો રોકાણકારોને ચોંકાવી દીધા છે. ચાંદીના ભાવમાં વધુ જોરદાર તેજી જોવા મળી કારોબારની શરૂઆતમાં સોનાનો ભાવ અગાઉના બંધ ભાવ ₹1,55,451ની સરખામણીએ ₹1,56,000 પર ખુલ્યો હતો … Read more

અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ભીષણ અકસ્માત, એક જ પરિવારના પતિ-પત્ની અને પુત્રના ઘટનાસ્થળે મોત

1770271199480 ask3h9swp2d

અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આઈસર ટ્રક અને અન્ય વાહન વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પતિ, પત્ની અને તેમના નાનકડા પુત્ર ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ ફેલાયો છે. અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે … Read more

અમદાવાદ: હાઈકોર્ટ કર્મચારીના સગીર પુત્રએ સાયન્સ સીટીમાં યુવક ઉડાવ્યો, કારની સ્પીડ એટલી હતી કે એરબેગ પણ ખુલી ગઈ

1770194877161 ic5khnd5elq

અમદાવાદ શહેરના સાયન્સ સીટી રોડ ઉપર આવેલી એક સોસાયટીમાં સગીર દ્વારા બેફામ રીતે કાર ચલાવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. બહેનના ઘરે મુલાકાત લેવા આવેલા યુવકને 15 વર્ષના સગીરે કારથી અડફેટે લીધો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ભોગ બનનાર વિરમભાઈ રબારી રિક્ષામાંથી ઉતરી સોસાયટીના ગેટથી અંદર પગપાળા જઈ રહ્યા … Read more

દેવભૂમિ દ્વારકા: દાંડિયારાસ રમતા 16 વર્ષની કિશોરીને અચાનક હાર્ટ એટેક, ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાયો

1770193899756 3ylmwmee80v

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે સામે આવી છે, જ્યાં દાંડિયારાસ રમતી 16 વર્ષની કિશોરીનું અચાનક મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતી 16 વર્ષીય સંધ્યા અરવિંદભાઇ ડાભી ખંભાળિયાના મોવાણ … Read more

ભારત સામે મેચનો બહિષ્કાર પાકિસ્તાનને ભારે પડશે: કપિલ દેવે T20 વર્લ્ડ કપ વિવાદ પર આપી કડક પ્રતિક્રિયા

1770120846853 fca8gyc4fwo

ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ દુશ્મનાવટ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાવાની T20 વર્લ્ડ કપની મેચને લઈને પાકિસ્તાન સરકારે ભારત સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. આ નિર્ણય બાદ ક્રિકેટ જગતમાં ભારે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પાકિસ્તાને રવિવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે તે T20 વર્લ્ડ કપમાં ભાગ … Read more

‘ધુરંધર 2’ પછી ફરી ચર્ચામાં અક્ષય ખન્ના, સની દેઓલ સાથે Netflix ફિલ્મ ‘ઇક્કા’ની થઈ જાહેરાત

1770132936691 sypugiov7c

બોલિવૂડના બે દમદાર કલાકારો સની દેઓલ અને અક્ષય ખન્ના ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. ‘બોર્ડર 2’ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મોથી થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ હવે આ બંને સ્ટાર્સ એકસાથે Netflix ફિલ્મ ‘ઇક્કા’ માં જોવા મળશે. સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ તેમની આગામી ફિલ્મ ‘ઇક્કા’ની સત્તાવાર જાહેરાત કરી છે, જેના ફર્સ્ટ લુકે સોશિયલ મીડિયા પર તોફાન મચાવી … Read more

હવે KYV ની ઝંઝટ ખતમ, દસ્તાવેજો વગર જ એક્ટિવ થશે FASTag !

1770133583466 pnnt4y05al

FASTag વપરાશકર્તાઓ માટે સરકાર તરફથી મોટી રાહત આપવામાં આવી છે. અત્યાર સુધી FASTag ખરીદી અને એક્ટિવ કર્યા બાદ વાહનચાલકોને ‘તમારા વાહનને જાણો’ (KYV – Know Your Vehicle) પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત હતી. જેમાં વાહનનો ફોટો, RC બુક સહિતના દસ્તાવેજો ફરીથી અપલોડ કરવા પડતા હતા. પરંતુ હવે 1 ફેબ્રુઆરી 2026થી કાર, જીપ અને વાન જેવા ખાનગી … Read more

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.