લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce in gold silver

by

Thenewsdk

Updated: 17-06-2026, 06.30 AM

Follow us:

ક્રૂડતેલમાં ઘટાડો આગળ વધ્યો : સોના-ચાંદીમાં બેતરફી ઉછળકુદ | Crude oil falls further: Unbiased bounce in gold silver



photo 1781625065925

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ આરંભમાં નીચા ખુલ્યા પછી ફરી વધી આવ્યા હતા. ચાંદીમાં બેતરફી વધઘટ વચ્ચે ભાવ ઘટાડો આગળ વધ્યો હતો. પ્લેટીનમમાં પણ ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુદ્ધની મડાગાંઠ ઉકેલાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. 

જો કે યુક્રેન દ્રાવા રશિયાની મોટી ઓઈલ રિફાઈનરી પર હુમલો કરાયાના સમાચાર વચ્ચે ક્રૂડતેલ બજારમાં અજંપો પણ જણાયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ભાવ શાંત હતા. અમદાવાદ સોનાના ભાપવ ૧૦ ગ્રામદીઠ ૯૯૫ના રૂ.૧૫૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા જ્યારે  અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૫૦૦૦૦ રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના નીચામા૩ં ૪૩૦૬ તથા ઉંચામાં ભાવ ૪૩૪૯ થઈ ૪૩૩૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ નીચામાં ૬૯.૦૭ તથા ઉંચામાં ભાવ ૭૦.૬૬ થઈ ૭૦.૫૭થી ૭૦.૫૮ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બેરલના ભાવ બ્રેન્ટ ક્રૂડના ૮૩.૦૯ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૮૦.૭૩ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૦.૩૨થી ઘટી ૭૮.૧૪ થઈ ૭૮.૩૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, અએબુધાબીની નેશનલ ઓઈલ કંપનીએ એશિયાના દેશોને આશરે ૩ કરોડ બેરલ્સ ક્રૂડ ઓઈલ વેંચ્યાના સમાચાર હતા.

મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૦૦૬૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૬૬૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે કિલોના રૂ.૨૦૦૦ ઘટયા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૪૭૦૬૭ ખુલી રૂ.૨૪૯૧૭૯ બંધ રહ્યા હતા. દરમિયાન, મુંબઈ પ્લેટીનમના ભાવ ઔંસના નીચામાં ૧૭૫૦ તથા ઉંચામાં ૧૮૧૭ થઈ ૧૮૧૬ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ નીચામાં ૧૩૨૬ થઈ ૧૩૬૭થી ૧૩૬૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ પણ ઘટયા પછી ફરી વધ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૦૦૨૭ ખુલ્યા પછી ભાવ રૂ.૬૩૮૨૭ના મથાળે બંધ રહ્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤