લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

Gold Price Today : સોના-ચાંદીના ભાવ ધરાશાયી: ચાંદીમાં ₹6,000નો ઝટકો, સોનુ પણ સસ્તું

by

Thenewsdk

Updated: 13-04-2026, 11.17 AM

Follow us:

Gold Price Today : સોમવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં મોટું ગાબડું જોવા મળ્યું હતું. શુક્રવારે MCX પર ચાંદી 2,43,274 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી, જે સોમવારે સવારે ઘટીને 2,37,190 રૂપિયા પર પહોંચી ગઈ હતી. એટલે કે, માત્ર એક જ દિવસમાં ચાંદી 6,084 રૂપિયા સસ્તી થઈ છે. આ ઘટાડાને પગલે ચાંદી હવે તેના જીવનકાળના ઉચ્ચતમ સ્તરથી લગભગ અડધા ભાવે ઉપલબ્ધ છે.

નોંધનીય છે કે જાન્યુઆરી 2026 માં ચાંદીના ભાવે ઈતિહાસ રચ્યો હતો અને તે 4,39,337 રૂપિયા પ્રતિ કિલોના ઓલ-ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગયા હતા. જોકે, ત્યારથી અત્યાર સુધીમાં ચાંદીમાં મોટું કરેક્શન આવ્યું છે અને હાલમાં તે 2,02,147 રૂપિયા જેટલી સસ્તી કિંમતે મળી રહી છે.

સોનામાં પણ કડાકો: 10 ગ્રામ દીઠ 51,000 રૂપિયાનો ફાયદો

ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ સતત નરમાઈ જોવા મળી રહી છે. શુક્રવારે 1,52,652 રૂપિયા પર બંધ થયેલું સોનું સોમવારે ખુલતાની સાથે જ 1,51,457 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું. આમ, સોનામાં 1,195 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

સોનાના ઉચ્ચતમ સ્તરની વાત કરીએ તો, આ વર્ષના જાન્યુઆરીમાં તે 2,02,984 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું હતું. વર્તમાન બજાર ભાવની તુલનામાં સોનું અત્યારે તેના ઉચ્ચ સ્તરથી 51,527 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

અમેરિકા-ઈરાન યુદ્ધ છતાં કેમ ઘટી રહ્યા છે ભાવ?

સામાન્ય રીતે જ્યારે પણ ભૌગોલિક-રાજકીય તણાવ વધે છે, ત્યારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવતો હોય છે. પરંતુ અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ હોવા છતાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઈલ અને મજબૂત થતો ડોલર માનવામાં આવે છે. મધ્ય-પૂર્વમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલ ફરી એકવાર પ્રતિ બેરલ 100 ડોલરને વટાવી ગયું છે, જેનાથી વૈશ્વિક ફુગાવાનો ભય વધ્યો છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤