Virat Kohli Instagram like controversy : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્ક્રીનશોટ મુજબ, વિરાટ કોહલીના સત્તાવાર એકાઉન્ટ પરથી ‘લેજલા’ (Lejla) નામની એક સુંદર જર્મન વ્લોગરની તસવીર લાઈક કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, આ લાઈક આ વર્ષની 30 જાન્યુઆરીની એક જૂની પોસ્ટ પર જોવા મળી હતી. આ ફોટોમાં જર્મન વ્લોગર સ્કાઇ બ્લૂ રંગના વન-પીસ ડ્રેસમાં સજ્જ જોવા મળે છે. જેવી જ નેટિઝન્સની નજર આ લાઈક પર પડી, કે તરત જ તેના સ્ક્રીનશોટ વાયરલ થવા લાગ્યા હતા.
સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર
આ સમાચાર વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સે વિરાટ અને તેની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરીને રમુજી કોમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું છે. એક યુઝરે મજાકમાં લખ્યું, “ભાભી, એવું લાગે છે કે અકાયના (વિરાટનો પુત્ર) હાથમાં ફોન આવી ગયો છે, જલ્દી લઈ લો!” અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, “ભાઈ, આ અલ્ગોરિધમ હવે તો હદ કરી રહ્યું છે, કંઈક ઉપાય કરો.” ઘણા યુઝર્સે તો વિરાટના પક્ષમાં બચાવ કરતા કહ્યું કે, સ્ક્રોલ કરતી વખતે ભૂલથી લાઈક થઈ જવું સામાન્ય વાત છે.
અગાઉ અવનીત કૌર વિવાદમાં આપી હતી સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ્યારે વિરાટ કોહલીએ અભિનેત્રી અવનીત કૌરની પોસ્ટ લાઈક કરી હતી, ત્યારે પણ મોટો હોબાળો થયો હતો. તે સમયે વિરાટે મૌન તોડતા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સ્પષ્ટતા કરી હતી. તેણે લખ્યું હતું કે, “સ્ક્રોલ કરતી વખતે અલ્ગોરિધમની ખામીને કારણે આકસ્મિક રીતે લાઈક થઈ ગયું હશે, મારો કોઈ ઈરાદો નહોતો. મહેરબાની કરીને અટકળો ન કરો.”




Leave a Comment