લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

Gold Price Today : સપ્તાહની શરૂઆતમાં સોનું ધડામ! હજુ કેટલો ઘટશે ભાવ? જાણો આજનો લેટેસ્ટ રેટ

by

Thenewsdk

Updated: 20-07-2026, 12.34 PM

Follow us:

અઠવાડિયાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું સસ્તું થયું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે.

દિલ્હીમાં કેટલો છે ભાવ?
રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,430 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,440 નોંધાયો છે.

ગુજરાત સહિત મોટા શહેરોના ભાવ
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,43,330 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,31,390 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 24 કેરેટ સોનું ₹1,43,280 અને 22 કેરેટ ₹1,31,340 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે.

ચાંદીમાં પણ ઘટાડો
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ નરમાઈ જોવા મળી છે. આજે ચાંદીનો ભાવ ₹2,29,900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ 56.42 ડોલર પ્રતિ ઔંસ પર રહ્યો છે.

આગળ શું કહે છે નિષ્ણાતો?
નિષ્ણાતોના મતે સોના પર આયાત ડ્યુટીમાં વધારો થવાથી સ્થાનિક બજારમાં ભાવ ઊંચા રહી શકે છે અને માંગ પર ટૂંકા ગાળે અસર થઈ શકે છે. જો,કે જ્વેલરી ઉદ્યોગનું માનવું છે, કે આયાત ડ્યુટી વધારવા કરતાં આયાતના જથ્થાને નિયંત્રિત કરવું વધુ અસરકારક વિકલ્પ બની શકે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤