લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

Gold Silver Price Today : ચાંદી એક જ ઝાટકે ₹3700થી વધુ સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

by

Thenewsdk

Updated: 11-07-2026, 04.04 PM

Follow us:

MCX પર 5 ઓગસ્ટ 2026 એક્સપાયરીવાળું સોનું ઘટાડા સાથે ખુલ્યું હતું. અગાઉનો બંધ ભાવ ₹1,45,300 હતો, જ્યારે આજે બજાર ખુલતાં સોનું ₹1,44,890ના સ્તરે પહોંચ્યું હતું. કારોબાર દરમિયાન, સોનાએ ₹1,45,061નો હાઈ અને ₹1,44,500નો લો બનાવ્યો હતો. હાલ સોનું લગભગ ₹750ના ઘટાડા સાથે ₹1,44,550 પ્રતિ 10 ગ્રામ આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

ચાંદીમાં ભારે વેચવાલી, ₹3700થી વધુનો કડાકો
ચાંદીના ભાવમાં સોના કરતાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. 4 સપ્ટેમ્બર 20ની એક્સપાયરીવાળી ચાંદીનો અગાઉનો બંધ ભાવ ₹2,26,377 હતો. બજાર ખુલ્યા બાદ, સતત વેચવાલીના કારણે ચાંદીમાં લગભગ ₹2,961નો ઘટાડો નોંધાયો હતો અને ભાવ ₹2,23,416ના સ્તરે આવી ગયો હતો. દિવસ દરમિયાન ચાંદીનો નીચલો ભાવ ₹2,22,600 સુધી પહોંચ્યો હતો. એટલે કે ચાંદીમાં કુલ ₹3,700થી વધુનો ઘટાડો નોંધાયો છે.

વૈશ્વિક તણાવથી કિંમતી ધાતુઓ પર અસર
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ તથા વ્યાજ દર અંગેની અનિશ્ચિતતાને કારણે વૈશ્વિક બજારમાં સોના-ચાંદી પર દબાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ડોલરની મજબૂતી વચ્ચે કિંમતી ધાતુઓમાં હજુ પણ ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤