લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

Google Vids New AI Features : પોતાના વીડિયોમાં પોતે જ બનો સ્ટાર! Google Vidsમાં આવ્યા આ 2 મોટા AI ફીચર્સ, માત્ર ટાઈપ કરતા જ થશે કામ

by

Thenewsdk

Updated: 20-07-2026, 12.35 PM

Follow us:

ગૂગલે પોતાના AI-પાવર્ડ વિડિયો ક્રિએશન પ્લેટફોર્મ ‘Google Vids’ માં બે મોટા અપડેટ્સ રજૂ કર્યા છે, જે AI વિડિયો ક્ષેત્રે ક્ષમતાઓને નોંધપાત્ર રીતે વધારે છે. ટેક જગતમાં આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે ઓપનએઆઈ સોરા (OpenAI Sora) જેવા મોટા નામો બંધ થઈ ચૂક્યા છે. કંપનીએ Google Vidsમાં ‘Gemini Omni’ નામનું નવું AI-પાવર્ડ વિડિયો જનરેશન અને એડિટિંગ ટૂલ રજૂ કર્યું છે.

આ ઉપરાંત ‘Personal Avatars’ ફીચર પણ ઉમેરવામાં આવ્યું છે, જે યુઝર્સને કેમેરા સામે આવ્યા વગર જ પોતાનું ડિજિટલ વર્ઝન બનાવવાની સુવિધા આપે છે. આ નવું અપડેટ Google Vids ને માત્ર વર્કપ્લેસ પ્રેઝન્ટેશન ટૂલમાંથી આગળ વધારીને એક સંપૂર્ણ AI વિડિયો ક્રિએશન પ્લેટફોર્મ બનાવે છે. હાલમાં આ ફીચર્સ Google AI Pro, Google AI Ultra સબસ્ક્રાઇબર્સ અને યોગ્યતા ધરાવતા Google Workspace બિઝનેસ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ કરાવાયા છે.

સરળ પ્રોમ્પ્ટ ટાઈપ કરીને વીડિયો બનાવો અને એડિટ કરો
આ અપડેટના કેન્દ્રમાં Gemini Omni છે, જે વિડિયો ક્રિએશન માટે સ્પેશિયલ ડિઝાઇન કરવામાં આવેલું ગૂગલનું મલ્ટીમોડલ AI મોડલ છે. હવે ક્લિપ્સને મેન્યુઅલી એડિટ કરવાને બદલે યુઝર્સ સામાન્ય બોલચાલની ભાષામાં કમાન્ડ (પ્રોમ્પ્ટ) આપી શકે છે અને ઈચ્છો તો ફોટો કે સ્કેચ જેવી રેફરન્સ ઈમેજ પણ અપલોડ કરી શકે છે. Gemini Omni આ તમામ વિગતોને મિશ્રિત કરીને પ્રોમ્પ્ટ મુજબનો વીડિયો તૈયાર કરી આપે છે.

ગૂગલના જણાવ્યા મુજબ આ AI હયાત વિડિયોને પણ એડિટ કરી શકે છે. યુઝર્સ માત્ર સૂચનાઓ ટાઈપ કરીને વીડિયોનું બેકગ્રાઉન્ડ બદલી શકે છે, લાઈટિંગ સુધારી શકે છે કે અન્ય વિઝ્યુઅલ ઈફેક્ટ્સ ઉમેરી શકે છે. અન્ય AI ટૂલ્સની જેમ આમાં દરેક એડિટ પછી પહેલેથી શરૂઆત કરવી પડતી નથી પરંતુ, Gemini Omni સ્ટેપ-બાય-સ્ટેપ એડિટિંગને સપોર્ટ કરે છે.

હવે તમારા પોતાના AI વીડિયોમાં તમે પોતે જ દેખાશો
બીજો સૌથી મોટો ફેરફાર પર્સનલ અવતાર્સનો છે. આ ફીચર યુઝર્સને માત્ર એક સેલ્ફી અને એક નાનું વોઈસ રેકોર્ડિંગ અપલોડ કરીને પોતાનો AI-જનરેટેડ ડિજિટલ અવતાર બનાવવાની મંજૂરી આપે છે, જે આબેહૂબ યુઝર જેવો જ દેખાય છે અને બોલે છે. એકવાર અવતાર બની ગયા પછી યુઝર્સે માત્ર સ્ક્રિપ્ટ ટાઈપ કરવાની રહે છે અને તેમનો AI અવતાર લાઈવ રેકોર્ડિંગ વગર જ આખો મેસેજ ડિલિવર કરી દે છે. સુરક્ષા અને પ્રાઈવસી માટે ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે, આ અવતાર એકાઉન્ટ ઓનરના ગૂગલ એકાઉન્ટ સાથે લિંક રહેશે અને તે માત્ર તે જ યુઝરનો ચહેરો દર્શાવી શકશે. આ ફીચરનો ઉપયોગ સપોર્ટેડ રીજનમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના યુઝર્સ જ કરી શકશે.

વોટરમાર્ક અને સુરક્ષા
AI-જનરેટેડ કન્ટેન્ટમાં પારદર્શિતા જાળવવા માટે આ ટૂલ્સથી બનતા દરેક વિડિયોમાં અદ્રશ્ય ‘SynthID’ ડિજિટલ વોટરમાર્ક સામેલ કરવામાં આવશે, જેથી વીડિયો AI દ્વારા બનાવાયો છે કે કેમ તેની ઓળખ થઈ શકે. ગૂગલ વર્કસ્પેસ ઈકોસિસ્ટમમાં વિડિયો મેકિંગ, એડિટિંગ અને ડિજિટલ અવતારની સુવિધાઓ એકસાથે લાવીને Google Vids હવે HeyGen, Synthesia, Captions અને D-ID જેવા પ્લેટફોર્મ્સને સીધી ટક્કર આપી રહ્યું છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤