અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં CNG પર આધારિત વાહનચાલકોને મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા દર આજથી અમલમાં આવ્યા છે, જેના કારણે ઓટોરિક્ષા, ટેક્સી, કેબ તેમજ ખાનગી CNG વાહનચાલકોના માસિક ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે.
રૂ. 4ના વધારા બાદ CNGનો નવો ભાવ લાગુ
નવી કિંમત મુજબ હવે અદાણી CNGનો ભાવ વધીને રૂ. 94.02 પ્રતિ કિલો થયો છે. અગાઉ CNGનો ભાવ રૂ. 90.02 પ્રતિ કિલો હતો. એટલે, કે એક જ વખતમાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો કરવામાં આવ્યો છે.
દૈનિક મુસાફરી કરનારાઓ પર વધશે બોજ
CNGના ભાવમાં થયેલા વધારાની સીધી અસર રોજિંદા મુસાફરી કરતા વાહનચાલકો પર પડશે. ખાસ કરીને ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી અને કેબ ડ્રાઇવરો ઉપરાંત CNG કારનો ઉપયોગ કરતા પરિવારોના માસિક ઇંધણ ખર્ચમાં વધારો થશે. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સસ્તા વિકલ્પ તરીકે CNGનો ઉપયોગ કરતા હોવાથી આ ભાવવધારો તેમના બજેટને અસર કરશે.
મોંઘવારી વચ્ચે સામાન્ય વર્ગની ચિંતા વધી
તાજેતરના સમયમાં વિવિધ ક્ષેત્રોમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે CNGના ભાવમાં થયેલો વધારો સામાન્ય અને મધ્યમ વર્ગ માટે વધુ એક આર્થિક ફટકો માનવામાં આવી રહ્યો છે. પરિવહન ખર્ચમાં વધારો થવાથી તેની અસર અન્ય સેવાઓ અને ભાડાં પર પણ જોવા મળી શકે છે.




Leave a Comment