NEET પેપર લીક, પરીક્ષામાં ગેરરીતિઓ અને બેરોજગારીના વિરોધમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આજે દિલ્હીમાં ‘ચલો સંસદ’ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન CJP નેતા અભિજિત દીપકેએ કહ્યું છે, કે “સંસદ તરફ જતા અમને કોઈ રોકી શકશે નહીં.” જેને પગલે દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
જંતર-મંતર પર સુરક્ષા વધારાઈ
માર્ચને ધ્યાનમાં રાખીને જંતર-મંતર, પાર્લામેન્ટ સ્ટ્રીટ અને આસપાસના વિસ્તારોમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી પોલીસે થ્રી-ટાયર સુરક્ષા ગ્રીડ તૈયાર કરી છે. સુરક્ષાના ભાગરૂપે સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનના કેટલાક ગેટ પણ બંધ કરવામાં આવ્યા છે.
કલમ 163 લાગુ, ભેગા થવા પર પ્રતિબંધ
નવી દિલ્હી વિસ્તારમાં BNSSની કલમ 163 (જૂની કલમ 144) લાગુ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે, કે વિરોધ માર્ચ માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી નથી. 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
CJPની મુખ્ય માંગણીઓ
CJP દ્વારા NEET પેપર લીક અને પરીક્ષા ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને વધતી બેરોજગારી સામે કડક નીતિ બનાવવાની માંગ કરવામાં આવી છે.
સોનમ વાંગચુક હોસ્પિટલમાં પણ ઉપવાસ પર
દરમિયાન સોનમ વાંગચુકને તબિયત ખરાબ થતાં સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો, કે તેમણે હોસ્પિટલમાં પણ ઉપવાસ ચાલુ રાખ્યા છે. વાંગચુકે સરકાર દ્વારા જવાબદારી સ્વીકારવા અથવા સાંસદો દ્વારા મુદ્દો સંસદમાં ઉઠાવવાની ખાતરી બાદ જ ઉપવાસ સમાપ્ત કરવાની વાત કરી છે.




Leave a Comment