લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker Salim Dola’s hideouts in Mumbai and Gujarat

by

Thenewsdk

Updated: 03-06-2026, 05.35 AM

Follow us:

મુંબઈ અને ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકર સલીમ ડોલાના મળતિયાઓને ત્યાં ઈડીના દરોડા | ED raid drug trafficker Salim Dola’s hideouts in Mumbai and Gujarat



– દાઉદ ગેંગના ડોલાનું અમદાવાદ, સુરત, રાજકોટ, અંકલેશ્વરમાં પણ નેટવર્ક

– મની લોન્ડરિંગ કેસમાં રસાયણોના સપ્લાયર, વચેટિયાઓ, ઉત્પાદનમાં સામેલ તસ્કરો, હવાલા ઓપરેટરોને ત્યાં દરોડા 

મુંબઇ : દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથે જોડાયેલા ડ્રગ ટ્રાફિકર મોહમ્મદ સલીમ ડોલાને  સંડોવતા  મની લોન્ડરિંગ  કેસમાં તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ મંગળવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક સ્થળોએ દરોડા પાડયા હતા. ડોલાનું થોડા સમય પહલા તુર્કીથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ નોંધાયા બાદ મુંબઇ તેમજ ગુજરાતના  સુરત, રાજકોટ, અંકલેશ્વરમાં લગભગ ૨૦ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

ડોલા  તરીકે ઓળખાતો સલીમ ઇસ્માઇલ  ડોલા વૈશ્વિક સ્તરે વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહિમનો નજીકનો સાથી ગણાય છે અને તે આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ સિન્ડિકેટ ચલાવતો હોવાનું કહેવાય છે. 

માર્ચ ૨૦૨૪માં ભારતની વિનંતી પર જારી કરાયેલી  ઇન્ટરપોલ રેડકોર્નર નોટિસના આધારે ૫૯ વર્ષીય ડોલાને તુર્કીમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. 

ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રગ્સ બનાવવા વપરાતા રસાયણોના સપ્લાયર્સ, વચેટીયાઓ, કૃત્રિમ નાર્કોટિક ડ્રગ મેફેડ્રોન (એનડી)ના ઉત્પાદન અને વિતરણમાં સામેલ લોકો ઉપરાંત તસ્કરો, હવાલા ઓપરેટરો અને સંગઠિત ડ્રગ સિન્ડિકેટ દ્વારા મેળવેલા પૈસામાંથી મેળવેલી બેનામી મિલકતો ધરાવતા વ્યક્તિઓ સાથે જોડાયેલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. ડોલા અને અન્ય લોકો વિરુધ્ધ માદક દ્વવ્યો અને સાયકોટ્રોપિક  પદાર્થોની ગેરકાયદેસર હેરફેર સંબંધિત ગુનાઓ માટે મુંબઇમાં  એક એફઆઈઆર થયા બાદ તેની તપાસમાંથી મની લોન્ડરિંગની માહિતી મળી હતી. 

મેફેડ્રોન કિંગ તરીકે ઓળખાતા ડોલાએ  હમઝા તથા અબ્દૂલ જેવાં નામો ધારણ કર્યાં

ડોલાએ છેલ્લા ૨૦ વર્ષોમાં મધ્યપૂર્વ, આફ્રિકા અને યુરોપમાં ડ્રગ નેટવર્ક ઉભું કર્યું હોવાનો આરોપ છે.  તની મહારાષ્ટ્ર અને ગુજરાતમાં હેરોઇન, ચરસ, મેફેડ્રોન મેન્ડ્રેક્સ અને મેથામ્ફેટા માઇનના અનેક ઉચ્ચ મૂલ્યની મોટી જપ્તીના કેસોમાં ‘સીધી સંડોવણી’  છે કે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના લોકો ડોલાને ‘મેફેડ્રોન કિંગ’ તરીકે ઓળખતા હતા. સૂત્રોએ દાવો કર્યો હતો કે ડોલાએ તુર્કીમાં ‘હમઝા’ અને ‘અબ્દુલ’ જેવા ઉપનામો ધારણ કર્યા હતા અને નાગરિકતા મેળળવા માટે તે દેશમાં કેટલીક સ્થાવર સંપતિ ખરીદવાની યોજના બનાવી રહ્યો હતો. ૨૦૨૫માં  યુએઇમાંથી દેશ  નિકાલા પ્રત્યાર્પણ બાદ મુંબઇ પોલીસે ડોલાના પુત્ર માહિલ સલીમ ડોલા અને તેના અન્ય એક સહયોગીની ધરપકડ કરી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤