લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China Japan Join Forces Opposing UK Steel Import Tariff Hike Proposal In WTO Meeting

by

Thenewsdk

Updated: 22-05-2026, 07.41 PM

Follow us:

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China Japan Join Forces Opposing UK Steel Import Tariff Hike Proposal In WTO Meeting



UK Steel Tariff : વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માં એક અભૂતપૂર્વ દૃશ્ય જોવા મળ્યું છે, જ્યાં પરસ્પરના મતભેદો બાજુ પર મૂકીને ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા પ્રમુખ એશિયન દેશો બ્રિટન વિરુદ્ધ એક થયા છે. આ તમામ દેશોએ બ્રિટન દ્વારા સ્ટીલ આયાત પર ટૅરિફ વધારવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે.

50% સુધી ટૅરિફ વધારવાનો બ્રિટનનો પ્રસ્તાવ

બ્રિટને પહેલી જુલાઈ 2026થી ટૅરિફ-મુક્ત (ડ્યુટી ફ્રી) સ્ટીલ આયાતના ક્વોટામાં ઘટાડો કરવાનો અને નિયત ક્વોટા કરતાં વધુ થતી આયાત પરના શુલ્કને વધારીને 50 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બ્રિટનના આ નવા સેફગાર્ડ નિયમો સામે WTOની ગુડ્સ કાઉન્સિલની બેઠકમાં જાપાન અને દક્ષિણ કોરિયાએ સત્તાવાર વાંધો ઉઠાવ્યો હતો, જેને ભારત, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ અને તુર્કી જેવા દેશોએ વ્યાપક સમર્થન આપ્યું છે.

ભારત માટે ચિંતાનું કારણ ?

નાણાકીય વર્ષ 2026માં બ્રિટનને ભારતની લોખંડ અને સ્ટીલની નિકાસ આશરે 90 કરોડ ડૉલર (900 મિલિયન ડૉલર) રહી હતી. બ્રિટનના આ નવા પ્રતિબંધાત્મક પગલાંના કારણે ભારતની નિકાસના મોટા હિસ્સા પર સીધી નકારાત્મક અસર પડી શકે તેમ છે.

આ પણ વાંચો : ચીનથી પરત આવતા જ ટ્રમ્પે જિનપિંગને આપ્યો મોટો ઝટકો! કંપનીઓને કંગાળ કરવાનો માસ્ટર પ્લાન

દ્રિપક્ષીય વાટાઘાટો અને FTA પર સંકટ

ભારત આ મુદ્દાને WTOમાં ઉઠાવવાની સાથે બ્રિટન સાથે દ્વિપક્ષીય સ્તરે પણ ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે, જે 2026ના અંતમાં અથવા 2027ની શરૂઆતમાં લાગુ થવાની સંભાવના છે. આ કરાર હેઠળ બ્રિટને ભારતના 99 ટકા માલસામાન પર ટૅરિફ નાબૂદ કરવાનું વચન આપ્યું હતું.

…તો ભારત-બ્રિટન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને થશે અસર

ભારતીય અધિકારીઓનું માનવું છે કે, સ્ટીલ પરના આ નવા પ્રસ્તાવિત પ્રતિબંધો વેપાર પર વધારાનો બોજ છે, જે મૂળ વાટાઘાટોનો હિસ્સો નથી. અહેવાલો અનુસાર, જ્યાં સુધી આ સ્ટીલ વિવાદનો કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે, ત્યાં સુધી ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર કરારના અમલીકરણને રોકી રાખવામાં આવી શકે છે.

આ પણ વાંચો : સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો રુબિયોએ કહ્યું- ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤