લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Gujarat Rain Update : વલસાડમાં મેઘતાંડવ! 24 કલાકમાં ઉમરગામમાં 35 ઈંચ વરસાદ, માત્ર 2 કલાકમાં 8 ઈંચથી જળબંબાકાર

by

Thenewsdk

Updated: 23-07-2026, 10.14 AM

Follow us:

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અસર વલસાડ જિલ્લામાં જોવા મળી છે. ઉમરગામમાં માત્ર 24 કલાકમાં 35.67 ઇંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ અને ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

માત્ર બે કલાકમાં 7.56 ઇંચ વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ આજે (23 જુલાઈ) સવારે 4થી 6 વાગ્યા દરમિયાન ઉમરગામમાં માત્ર બે કલાકમાં જ 7.56 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરપાડામાં 4.41 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ, વલસાડમાં 3.35 ઇંચ, નાનાપોંઢામાં 3.27 ઇંચ, કપરાડામાં 2.76 ઇંચ અને ધરમપુરમાં 2.56 ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના મહુવા, માંડવી, ઓલપાડ, કામરેજ અને ચોર્યાસી તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

ઔરંગા નદી ભયજનક સપાટીએ, 200થી વધુ લોકોનું સ્થળાંતર
અવિરત વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીનું જળસ્તર 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી વહીવટી તંત્ર એલર્ટ પર છે.

7NVvEP86wWpPC6lokKRswoZBqvIodrWu1+CvNaEIEzRQDeQgEQ6IVwCIWmVkYGHys9I2hWD5taWAmSvhnVCswKq+FuW2pnB6A4dOMqgWPGFH4JMmVyiV5P+M0Gl5naELH3+gAAA=

તાપીમાં હાઇવે બંધ, SDRFની ટીમ પણ ફસાઈ
તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે વ્યારા-ઉનાઈ નેશનલ હાઈવે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. ડોલવણ તાલુકાના ગડત ગામ નજીક હાઈવે પર પાણી ભરાતા આશરે એક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી. આ દરમિયાન બચાવ કામગીરી માટે જઈ રહેલી SDRFની ટીમ પણ રસ્તા પર ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

AAA=

આ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤