લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal Ready 99 Percent Negotiations Complete Major Announcement Expected Soon

by

Thenewsdk

Updated: 01-06-2026, 06.21 PM

Follow us:

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal Ready 99 Percent Negotiations Complete Major Announcement Expected Soon



India-Ameirca Trade Deal : ભારત-અમેરિકા વચ્ચે સફળતાપૂર્વક ટ્રેડ ડીલ કરવા માટે ઘણી બેઠકો યોજાઈ હતી, ઘણા સમયથી તેની રાહ પણ જોવાઈ રહી છે, ત્યારે હવે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ સમજૂતી અંગે મહત્ત્વનું અપડેટ આપ્યું છે. ગોયલે કહ્યું કે, બંને દેશો વચ્ચેની ડીલનું લગભગ 99 ટકા કામ પૂરું થઈ ગયું છે અને હવે તે અંતિમ તબક્કામાં છે. એટલે કે ટૂંક સમયમાં તેની મોટી જાહેરાત થઈ શકે છે.

ટ્રેડ ડીલનો મોટાભાગનો વિવાદ ઉકેલાઈ ગયો : ગોયલ

ટ્રેડ ડીલ ફાઇનલ કરવા માટે બેથી ચાર જૂન દિલ્હીમાં બેઠક યોજાવાની છે. અમેરિકાના સીનિયર ટ્રેડ અધિકારીઓનું મોટા ડેલિગેશને ભારત આવવાની શરૂઆત કરી દીધી છે. ગોયલે કહ્યું કે, હવે બંને દેશો વચ્ચે ડીલ સંબંધીત મોટા મુદ્દા અંગે કોઈ વિવાદ નથી, માત્ર નાની ટેકનિકલ બાબતો સુધારવાની બાકી છે. ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, અમેરિકા સાથે ફાઇનલ ડીલ થતાં જ બંને દેશોનો વેપાર આગળ વધતો થઈ જશે. આનાથી બંને દેશની અર્થવ્યવસ્થાને લાભ મળવાનું શરૂ થઈ જશે.

આ પણ વાંચો : CM શુભેન્દુના દાવાથી TMC ફફડી, તાત્કાલીક કરી મોટી કાર્યવાહી

સમજૂતી મામલે ભારત પોતાના હિતો પર અડગ

વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, ભારત સમજૂતી મામલે પોતાના હિતો પર અડગ છે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન માર્કેટમાં અન્ય દેશો કરતાં વધુ તક ન મળે તેવી કોઈપણ સમજૂતી માટે અમે તૈયાર નથી. ભારત ઇચ્છે છે કે, અમેરિકાના નવા ટૅરિફ નિયમોમાં કરાયેલા ફેરફારોને સમજૂતીમાંં યોગ્ય રીતે સામેલ કરવામાં આવે. નવા ટૅરિફ દર કેટલા હશે, તે પણ સેક્શન-301 તપાસ્યા બાદ નક્કી કરાશે. આ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયા બાદ અમેરિકન વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર અને વાણિજ્ય મંત્રી ગોયલ વચ્ચે એક મોટી બેઠક યોજાશે, જેમાં ડીલને અંતિમ રૂપ આપવામાં આવશે.

આ પણ વાંચો : ભાજપનું ટેન્શન વધ્યું, માંડ-માંડ 1 બેઠક જીત્યા બાદ દિગ્ગજ નેતા નારાજ થયા, નવી પાર્ટી બનાવશે !



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤