લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Monsoon Hits Delhi-NCR: IMD Issues Red Alert as Temperature Drops | Gujarat News

by

Thenewsdk

Updated: 02-07-2026, 11.22 AM

Follow us:

Monsoon Hits Delhi-NCR: IMD Issues Red Alert as Temperature Drops | Gujarat News


લાંબા સમયની પ્રતીક્ષા અને આકરી ગરમી બાદ, આખરે ચોમાસાએ દિલ્હી-NCR માં પોતાની દસ્તક આપી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ચોમાસાના વાદળોએ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ સહિત સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રને આવરી લીધું છે. આ સિવાય પંજાબ અને હરિયાણામાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે, જે સમગ્ર ઉત્તર ભારત માટે રાહતના સમાચાર છે.

દિલ્હીમાં ચોમાસાની દસ્તક

જૂન મહિનાના અંતમાં ચોમાસાએ અચાનક વેગ પકડ્યો હતો. અગાઉ બિહાર અને ઝારખંડ થઈને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ પહોંચ્યા બાદ, તે હવે દિલ્હી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દિલ્હી-NCR ના આકાશમાં વાદળોની ઘટાદાર ચાદર છવાયેલી છે.1 જુલાઈની રાતથી શરૂ થયેલા વરસાદે ૨ જુલાઈની સવારે પણ પોતાનું જોર યથાવત રાખ્યું હતું, જેના પગલે હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે.

તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો

ભારે વરસાદ અને તેજ પવનને કારણે દિલ્હીના તાપમાનમાં ૬ થી ૮ ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સફદરજંગમાં તાપમાન ૩૪ ડિગ્રી, લોધી રોડમાં 33.7 ડિગ્રી, અને મયુર વિહારમાં 31 ડિગ્રી સુધી નોંધાયું છે. અત્યાર સુધી 40 ડિગ્રીથી વધુ તાપમાન અને અસહ્ય ભેજ વચ્ચે પરેશાન થઈ રહેલા દિલ્હીવાસીઓને આ બદલાયેલા હવામાનથી મોટી રાહત મળી છે. ગુરુગ્રામમાં પણ લઘુત્તમ તાપમાન 32 ડિગ્રી નોંધાયું છે.

આગામી પાંચ દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. આ દરમિયાન ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને પણ તંત્ર સાવધ બન્યું છે.

આ પણ વાંચોઃ ઇરાનની હોર્મુઝ પર ‘No fee, no entry’, શું ટ્રમ્પ સ્વીકારશે આ શરતો ?



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤