લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

આમિર ખાને વિનવણીઓ કરીને બટવારા ફિલ્મ ટાઈટલ મેળવ્યું | Aamir Khan gets Batwara film title after pleading

by

Thenewsdk

Updated: 08-06-2026, 03.15 AM

Follow us:

આમિર ખાને વિનવણીઓ કરીને બટવારા ફિલ્મ ટાઈટલ મેળવ્યું | Aamir Khan gets Batwara film title after pleading



photo 1780856742279

– 1989ની આઇકોનિક ફિલ્મનું ટાઈટલ વાપરશે

– સની દેઓલ પ્રીતિ ઝિન્ટાની લાહોર 1947 હવે બટવારા તરીકે રીલિઝ કરાશે

મુંબઈ: આમિર ખાને નિર્માતા સલીમ અખ્તરના પરિવારને રુબરુ  મળીને તથા અનેક વિનવણીઓ કરીને ‘બટવારા’ ફિલ્મ ટાઈટલના હક્કો મેળવ્યા છે. 

ઉલ્લેખનીય છે  કે સલીમ અખ્તરે બનાવેલી અને જે પી દત્તાએ દિગ્દર્શિત કરેલી  ૧૯૮૯ની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બટવારા’ એક આઈકોનિક ફિલ્મ ગણાય છે. તેમાં  ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, શમ્મી કપૂર, અમૃતા સિંહ સહિતના કલાકારોએ કામ કર્યું હતું. 

આમિર ખાને રાજકુમાર સંતોષીના  દિગ્દર્શન  હેઠળ સની દેઓલ તથઆ  પ્રીતિ  ઝિન્ટાને મુખ્ય કલાકારો તરીકે લઈ બનાવેલી ફિલ્મનું ટાઈટલ પહેલાં ‘લાહોર ૧૯૪૭’ નક્કી થયું હતું. બાદમાં આમિરને એવો  ડર પેઠો હતો કે હાલના રાજકીય માહોલમાં લાહોર શબ્દ  ટાઈટલમાં આવશે તો ફિલ્મે ભારે ટીકાઓનો સામનો કરવો પડશે. આથી તેણે ‘બટવારા ૧૯૪૭’ ટાઈટલ નક્કી કર્યું હતું. જોકે, હવે આમિરે ૧૯૪૭ શબ્દ પણ પડતો મૂકી ‘બટવારા’ શબ્દ જ ટાઈટલમાં વાપરવાનો ફેંસલો લીધો હતો. 

પરંતુ, ‘બટવારા’ ફિલ્મના હક્કો સલીમ અખ્તરના પરિવાર પાસે હોવાથી આમિર રુબરુ  તેમને મળ્યો હતો. પોતે સલીમ અખ્તરની ‘બાઝી’  ફિલ્મમાં કામ કર્યું હતું એ વાત તાજી કરી હતી અને પરિવારને આ ટાઈટલ કેમ પોતાની ફિલ્મ માટે જરુરી છે તેમ સમજાવ્યું હતું. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤