સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ભારે ચર્ચા અને ઉત્તેજના વચ્ચે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આલ્ફા’ (Alpha) આખરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. અત્યારે બોક્સ ઓફિસ પર બધાની નજર આલિયા ભટ્ટના સ્ટાર પાવર અને શર્વરીના દમદાર અભિનય પર ટકેલી છે. પરંતુ આ ફિલ્મ માત્ર આ બે અભિનેત્રીઓ માટે જ નહીં, પણ યશ રાજ ફિલ્મ્સ (YRF) ના પ્રખ્યાત ‘સ્પાય યુનિવર્સ’ (Spy Universe) ના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાની છે.
આલિયા-શર્વરી બોલીવુડ દિગ્ગજોને પછાડશે
આલિયા અને શર્વરીએ માત્ર મોટા પડદા પર જબરદસ્ત એક્શન જ નથી બતાવવાની, પરંતુ સલમાન ખાન, શાહરૂખ ખાન, ઋતિક રોશન અને જુનિયર એનટીઆર જેવા ભારતના ચાર સૌથી મોટા સુપરસ્ટાર્સના આ કરોડો રૂપિયાના સ્પાય યુનિવર્સને ડૂબતું બચાવવાનું પણ છે. એક સમય હતો જ્યારે યશરાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો બોક્સ ઓફિસ પર એકહથ્થુ દબદબો હતો. સલમાન ખાનની ‘એક થા ટાઇગર’ (2012) અને ‘ટાઇગર ઝિંદા હૈ’ (2017) એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વોર (2019)માં ઋતિક રોશન અને ટાઇગર શ્રોફની આ ફિલ્મે બોક્સ ઓફિસ ચાર્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. શાહરૂખ ખાનની પઠાણ (2023) ફિલ્મે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે રેકોર્ડ નોંધાવ્યા અને પહેલીવાર યશરાજની તમામ જાસૂસી વાર્તાઓને એક જ બ્રહ્માંડમાં જોડી દીધી.




Leave a Comment