લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Gaurav Khanna Love will always be Gaurav Khannas first reaction to the news of his divorce with wife Akanksha Chamola | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 10.51 AM

Follow us:

Gaurav Khanna Love will always be Gaurav Khannas first reaction to the news of his divorce with wife Akanksha Chamola | Gujarat News


ટીવી જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેત્રી આકાંક્ષા ચમોલાએ તાજેતરમાં જ વિવાદાસ્પદ રિયાલિટી શો “લોકઅપ 2” માં એન્ટ્રી કરી છે. શોમાં પ્રવેશતાની સાથે જ આકાંક્ષાએ પોતાની પર્સનલ લાઈફને લઈને એક મોટો ધડાકો કર્યો છે. તેણે ખુલાસો કર્યો છે કે તે અને તેના પતિ ગૌરવ ખન્ના છૂટાછેડા લઈ રહ્યા છે અને તેઓ છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. આકાંક્ષાના આ એકરારે ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકોને સ્તબ્ધ કરી દીધા છે.

છૂટાછેડાના સમાચાર પર ગૌરવ ખન્નાએ તોડયું મૌન

આકાંક્ષાના આ ચોંકાવનારા ખુલાસા બાદ ગૌરવ ખન્ના અત્યાર સુધી મૌન હતો. પરંતુ મંગળવારે છૂટાછેડાની અફવાઓ વચ્ચે ગૌરવ ખન્ના પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો હતો. તે રિયાલિટી શો “લાફ્ટર શેફ” ના સેટ પર પહોંચ્યો હતો. કારમાંથી બહાર નીકળીને તેણે પાપારાઝી સમક્ષ હસતા મુખે પોઝ આપ્યા હતા. સેટ પર ગૌરવનો લુક એકદમ કૂલ હતો, તેણે સફેદ ટી-શર્ટ, લૂઝ ડેનિમ અને સ્લીવલેસ જેકેટ સાથે કાળા ચશ્મા પહેર્યા હતા. શૂટિંગ બાદ જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

“પ્રેમ અને સપોર્ટ હંમેશા રહેશે” – ગૌરવ ખન્ના

પોતાના અંગત જીવન અને છૂટાછેડાના સમાચારો પર ટિપ્પણી કરતા ગૌરવે કહ્યું, “અમારી વચ્ચે વસ્તુઓ પહેલા જેવી જ છે. પ્રેમ અને સપોર્ટ હજુ પણ એમ જ છે. હું હંમેશા આકાંક્ષાને સપોર્ટ કરીશ. તે મારી પત્ની છે, મારી મિત્ર છે. જો હું તેને પ્રેમ કરું છું, તો હું શા માટે પાછળ હટીશ? આકાંક્ષાને શો માટે મારી શુભકામનાઓ છે. હું જીવનભર તેની સાથે ઊભો રહ્યો છું અને આગળ પણ રહીશ.” આ સિવાય ગૌરવે સોશિયલ મીડિયા પર પોતાના લુકના ફોટા શેર કરીને કેપ્શનમાં લખ્યું, “હંમેશા માટે પ્રેમ.”

ગૌરવ ખન્ના, ૧૦ વર્ષ જૂનો છે સંબંધ

ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના લગ્ન 24 નવેમ્બર, 2016 ના રોજ થયા હતા. ગૌરવને ટીવી સીરિયલ ‘અનુપમા’માં અનુજ કપૂરિયાની ભૂમિકાથી દેશભરમાં જબરદસ્ત લોકપ્રિયતા અને એક સ્વચ્છ છબી મળી હતી. ત્યાર બાદ તે ‘બિગ બોસ’માં જોવા મળ્યો હતો અને આ શોનો વિજેતા પણ બન્યો હતો.

બિગબોસમાં ગૌરવ ખન્નાનો ખુલાસો, પત્નીને બાળકો નથી જોઈતા

બિગ બોસના ઘરની અંદર ગૌરવે પોતાની પત્ની વિશે ખુલીને વાત કરી હતી. તેણે એવો પણ ખુલાસો કર્યો હતો કે આકાંક્ષાને બાળકો નથી જોઈતા, તેથી તેઓ ફેમિલી પ્લાનિંગ નથી કરી રહ્યા. શોના ગેસ્ટ વીક દરમિયાન જ્યારે આકાંક્ષા આવી હતી ત્યારે બંને વચ્ચેનો અદ્ભુત પ્રેમ જોઈને ફેન્સ ખુશ થઈ ગયા હતા, પરંતુ હવે અચાનક લોકઅપ ૨ માં આકાંક્ષાએ લીધેલા છૂટાછેડાના નામે બધાને મૂંઝવણમાં મૂકી દીધા છે.

આ પણ વાંચો : “Ikka”ના ટ્રેલર લોન્ચમાં દિયા મિર્ઝાનો ખુલાસો, અક્ષય ખન્ના સાથે આવું કર્યા બાદ હું ખૂબ ડરી ગઈ હતી….



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤