લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

રાજકુમાર રાવની રફતાર ફિલ્મ ત્રણ મહિના પાછળ ઠેલાઈ | Rajkummar Rao Raftaar film postponed by three months

by

Thenewsdk

Updated: 23-05-2026, 06.35 AM

Follow us:

રાજકુમાર રાવની રફતાર ફિલ્મ ત્રણ મહિના પાછળ ઠેલાઈ | Rajkummar Rao Raftaar film postponed by three months



photo 1779473213981

– આગામી જુલાઈને બદલે હવે ઓક્ટો.માં રીલિઝ

– રાજકુમાર રાવની પાછલી ત્રણેય ફિલ્મો ફલોપ ગઈ હોવાથી સલામત તારીખ શોધી

મુંબઈ : રાજકુમાર રાવની ફિલ્મ ‘રફતાર’ ત્રણ મહિના પાછળ ઠેલાઈ ગઈ છે. આ ફિલ્મ આગામી જુલાઈમાં રીલિઝ થવાની હતી. તેને બદલે હવે આગામી ઓક્ટોબર માસમાં દશેરા  વખતે રીલિઝ કરાશે. 

રાજકુમાર રાવે પોતે જ આ ફિલ્મ  પ્રોડયૂસ કરી છે. તેની સાથે કીર્તિ સુરેશ પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે. આદિત્ય નિંબાલકરે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. 

રાજકુમાર રાવની પાછલી ત્રણેય ફિલ્મ ‘માલિક’, ‘ભૂલચૂક માફ’ અને ‘વિકી વિદ્યા કા વો વાલા વિડીયો’ ફલોપ ગઈ હતી. આથી, રાજકુમાર રાવે દશેરાની રજાઓમાં ફિલ્મને સારી કમાણી થાય તેવું વિચારી રીલિઝ ડેટ બદલી હોવાનું કહેવાય છે. 

રાજકુમાર રાવની છેલ્લી હિટ ફિલ્મ ૨૦૨૪ની ‘સ્ત્રી ટુ’ હતી.  જોકે, આ ફિલ્મ ફ્રેન્ચાઈઝીની ગુડવિલને કારણે હિટ થઈ હતી અને તેના કારણે રાજકુમાર રાવને કોઈ ફાયદો થયો ન હતો. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤