લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Raka Update : ‘પુષ્પા 2’ બાદ ફરી અલ્લુ અર્જુન સાથે દેખાશે શ્રીલીલા? ‘રાકા’ માટે નામ લગભગ કન્ફર્મ!

by

Thenewsdk

Updated: 09-07-2026, 05.16 PM

Follow us:

ફિલ્મ રાકા’ના સેટ પર શ્રીલીલાની વધતી હાજરીએ હવે તે ફિલ્મનો ભાગ હોવાની ચર્ચાને વધુ બળ આપ્યું છે. જો, કે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના આધારે તેના નામને લગભગ કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે.

પુષ્પા 2 પછી ફરી જામી શકે જોડી
અલ્લુ અર્જુન અને શ્રીલીલાની જોડી ‘પુષ્પા 2’માં તેમના ડાન્સ નંબરથી દર્શકોમાં ભારે લોકપ્રિય બની હતી. બંનેની કેમિસ્ટ્રીને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે ‘રાકા’માં ફરી એકવાર આ જોડીને સાથે જોવાની શક્યતા ચાહકોમાં ઉત્સાહ વધારી રહી છે.

શાહરૂખ ખાનના કેમિયો અંગે પણ ચર્ચા
તાજેતરમાં અલ્લુ અર્જુનના જન્મદિવસે શાહરૂખ ખાને ફિલ્મનું પોસ્ટર શેર કરીને શુભેચ્છા પાઠવી હતી. ત્યારથી એવી અટકળો પણ ચાલી રહી છે કે શાહરૂખ ખાન આ ફિલ્મમાં કેમિયો અથવા ખાસ ભૂમિકામાં જોવા મળી શકે છે. જો, કે આ મામલે પણ ફિલ્મમેકર્સે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી.

દીપિકા સાથે અન્ય અભિનેત્રીઓના નામ પણ ચર્ચામાં
ફિલ્મમાં દીપિકા પાદુકોણની મહત્વપૂર્ણ ભૂમિકા લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તેની સાથે રશ્મિકા મંદાના અને જાહ્નવી કપૂર પણ ફિલ્મનો ભાગ બની શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. મોટા બજેટ અને મલ્ટી-સ્ટાર કાસ્ટને કારણે ‘રાકા’ હાલમાં ઇન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક બની ગઈ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤