બોલિવૂડ અને સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે શૂટિંગ દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો છે. એક ફિલ્મના ડાન્સ સિક્વન્સ અને એક્શન સીનના શૂટિંગ દરમિયાન રશ્મિકાને કમર/થાપાના ભાગે (Hip) ગંભીર ઈજા પહોંચી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, તેનો ‘હિપ ટેન્ડન’ (Hip Tendon) સંપૂર્ણપણે ફાટી (Torn) ગયો છે. આ બનાવને પગલે ડૉક્ટરોએ તેને તાત્કાલિક અસરથી તમામ શૂટિંગ બંધ કરી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
એથ્લેટ્સ જેવી ગંભીર ઈજા જોઈને ડૉક્ટરો પણ ચોંકી ગયા
ટેન્ડન એ મજબૂત ટિશ્યૂઝનો બનેલો એક કૉર્ડ છે, જે થાપાના સ્નાયુઓને પેલ્વિક અને પગના હાડકાં સાથે જોડે છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આવી ગંભીર ઈજા સામાન્ય રીતે બહુ ઓછી જોવા મળે છે અને તે માત્ર એવા પ્રોફેશનલ એથ્લેટ્સને જ થતી હોય છે, જે ખૂબ જ વધારે પડતી ટ્રેનિંગ અને શારીરિક શ્રમ કરે છે.
6 અઠવાડિયાનો બેડ રેસ્ટ અને રિહેબિલિટેશન થેરાપી
રશ્મિકા મંદાનાની મેડિકલ ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ ચૂકી છે અને ડૉક્ટર્સે તેને આવનારા 6 અઠવાડિયા સુધી સંપૂર્ણપણે બેડ રેસ્ટ લેવાની સ્પષ્ટ સૂચના આપી છે.
આ સમયગાળા બાદ તેને રિહેબિલિટેશન થેરાપીમાંથી પસાર થવું પડશે. ડૉક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે, અત્યારે કામ પર પાછા ફરવા કરતાં પોતાના સ્વાસ્થ્ય અને રિકવરી પર ધ્યાન આપવું તેના માટે અત્યંત જરૂરી છે.




Leave a Comment