લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Sai Pallavi Reject 2 Crore Deal : “હું 2 રોટલી ઓછી ખાઈ લઈશ પણ…”, બહેનના સ્વમાન માટે રામાયણની સીતાએ 2 કરોડની ફેરનેસ ક્રીમની એડ કરી રિજેક્ટ

by

Thenewsdk

Updated: 03-08-2026, 03.44 PM

Follow us:

સાઉથ ઈન્ડિયન સિનેમાની જાણીતી એક્ટ્રેસ અને આગામી ફિલ્મ ‘રામાયણ’માં સીતા માતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવી હાલમાં પોતાના સિમ્પલ લુક અને નેચરલ બ્યુટીને કારણે ચર્ચામાં છે.

નો-મેકઅપ લુક અને ઓન-સ્ક્રીન પિમ્પલ્સ સાથે પણ દર્શકોના દિલ જીતી લેનાર સાઈ પલ્લવીએ 2019માં 2 કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત ફગાવી દીધી હતી પરંતુ, આ નિર્ણય પાછળ તેની બહેનનો એક દર્દનાક અનુભવ છુપાયેલો હતો.

બહેન સાથેનો ભેદભાવ જોઈને તૂટી ગઈ હતી સાઈ પલ્લવી
સાઈ પલ્લવીએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તે ફેક્ટરી નિર્મિત સુંદરતાના માપદંડોની વિરુદ્ધ છે. તેણે જણાવ્યું હતું કે,”મારો રંગ મારી નાની બહેન કરતાં થોડો ગોરો છે. જ્યારે મારી બહેન શાકભાજી કે ફળ ખાવાની ના પાડતી, ત્યારે મારી માતા તેને કહેતી કે, આ ખાવાથી તારો રંગ ગોરો થશે. આ સાંભળીને મને ખૂબ દુઃખ થતું હતું.”

બહેનના સન્માન માટે લડાઈ લડી
વધુમાં તેઓએ જણાવ્યું કે, “ત્યારે જ મેં નક્કી કર્યું કે ગોરા રંગના આ ખોટા પ્રચાર સામે હું અવાજ ઉઠાવીશ. જો હું આ જાહેરાત કરીને 2 કરોડ રૂપિયા કમાઈ પણ લઉં, તો એ પૈસાનું હું શું કરીશ? હું ઘરે જઈને ત્રણ રોટલી અને ભાત જ ખાવાની છું. જો હું મારી બહેન માટે પણ આટલું ન કરી શકું તો પૈસા કમાવાનો શો અર્થ?”

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤