લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

‘કાલા હિરણ’ વિવાદમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે ઝંપલાવ્યું, પ્રોડ્યુસરને સપોર્ટ કરતાં કહ્યું – ફિલ્મ બનાવવાનો હક… | salman khan ex girlfriend somy ali supports kala hiran producer amit jani

by

Thenewsdk

Updated: 05-06-2026, 01.44 PM

Follow us:

‘કાલા હિરણ’ વિવાદમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે ઝંપલાવ્યું, પ્રોડ્યુસરને સપોર્ટ કરતાં કહ્યું – ફિલ્મ બનાવવાનો હક… | salman khan ex girlfriend somy ali supports kala hiran producer amit jani


Somy Ali Supports ‘Kala Hiran’ Makers: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ફિલ્મ નિર્માતા અમિત જાની વચ્ચે ‘કાલા હિરણ’ ફિલ્મ અંગે ચાલી રહેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. આ વિવાદમાં હવે સલમાન ખાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીની એન્ટ્રી થઈ છે. સોમી અલીએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ ફિલ્મ નિર્માતા અમિત જાનીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે, જેના કારણે આ વિવાદે નવો વળાંક લીધો છે. સલમાન ખાનનું નામ કાલા હિરણના શિકારના કેસમાં આવ્યું હતું એના પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ હતી.

અમિત જાનીના સમર્થનમાં સોમી અલીની આકરા પ્રહારો સાથે પોસ્ટ

સોમી અલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને અમિત જાનીના એ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેઓ સલમાન ખાનની લીગલ ટીમ દ્વારા મોકલવામાં આવેલી નોટિસને ફાડતા જોવા મળી રહ્યા છે. સોમીએ અમિત જાનીને સપોર્ટ કરતા લખ્યું: “જે લોકો દોષી હોય છે, તેઓ જ છુપાતા ફરે છે અને ધમકીઓ આપે છે. તમને સંપૂર્ણ અધિકાર છે, તમે આ ફિલ્મ બનાવો.”

કેમેરા સામે કાનૂની નોટિસ ફાડી નાખી

આ પહેલાં ફિલ્મ નિર્માતા અમિત જાનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તેઓ સલમાન ખાનની કાનૂની ટીમની નોટિસનો કોઈ જવાબ આપવાના નથી. તેમણે કેમેરાની સામે જ એ નોટિસના ટુકડે-ટુકડા કરી નાખ્યા હતા.

અમિત જાનીએ આક્ષેપ કર્યો છે કે આ ફિલ્મની જાહેરાત બાદથી જ તેમને સતત ધમકીઓ મળી રહી છે અને અંડરવર્લ્ડના નામે પણ ડરાવવાનો અને ફિલ્મ રોકવા માટે દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈના દબાણમાં આવ્યા વગર પોતાની આ ફિલ્મનું નિર્માણ કાર્ય ચાલુ જ રાખશે.

'કાલા હિરણ' વિવાદમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે ઝંપલાવ્યું, પ્રોડ્યુસરને સપોર્ટ કરતાં કહ્યું - ફિલ્મ બનાવવાનો હક… 2 - image

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદનું મુખ્ય કારણ એ કાનૂની નોટિસ છે જે સલમાન ખાનની લીગલ ટીમ દ્વારા ‘કાલા હિરણ’ ફિલ્મના નિર્માતાઓને મોકલવામાં આવી હતી. આ નોટિસમાં માંગ કરવામાં આવી હતી કે:

ફિલ્મ સાથે સંબંધિત કોઈ પણ સામગ્રી, પોસ્ટર અથવા ટીઝર સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર જાહેર ન કરવું.

સલમાન ખાનની છબીને નુકસાન પહોંચાડવા બદલ નિર્માતાઓએ લેખિતમાં માફી માંગવી.

આ ફિલ્મ સલમાન ખાનના જીવનના સૌથી વિવાદાસ્પદ પ્રકરણ ‘કાલા હિરણ શિકાર કેસ’ પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તે સતત વિવાદો અને ચર્ચાના કેન્દ્રમાં રહી છે.

આ પણ વાંચો: ‘પેડ્ડી’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, પહેલી દિવસે જ ભારતમાં 50 કરોડ તો વર્લ્ડવાઈડ 100 કરોડની કમાણી કરી

સલમાન ખાનની ટીમ તરફથી મૌન

ફિલ્મ નિર્માતા અમિત જાની દ્વારા કાનૂની નોટિસ ફાડી નાખવા અને તેમને મળી રહેલી ધમકીઓના દાવા અંગે સલમાન ખાન અથવા તેમની કાનૂની ટીમ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી. હવે જોવાનું એ રહેશે કે સોમી અલીના આ નિવેદન બાદ આ કાનૂની લડાઈ કયું નવું સ્વરૂપ લે છે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤