લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

યુટ્યૂબર્સ માટે મોટા સમાચાર! 2027થી કમાણીના નિયમો થશે વધુ કડક, Shorts પર પૈસા કમાવવા માટે 1 કરોડ વ્યૂઝ જરૂરી

by

Thenewsdk

Updated: 26-08-2026, 03.45 PM

Follow us:

યુટ્યૂબથી કમાણી કરવી હવે પહેલાં જેટલી સરળ નહીં રહે. કંપની પોતાના ‘યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામ’ની શરતો વધુ સખત બનાવી રહી છે. અત્યાર સુધી પાછલા એક વર્ષમાં લોંગ-ફોર્મ વીડિયો માટે 4,000 કલાકનો વોચ ટાઈમ મેળવવો જરૂરી હતો, જેને હવે સીધો બમણો કરીને 8,000 કલાક કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે, યુટ્યૂબ શોર્ટ્સના માધ્યમથી કમાણી કરવા માટે અત્યાર સુધી 90 દિવસમાં 1 કરોડ વ્યૂઝ મેળવવા પડતા હતા, તે મર્યાદા વધારીને હવે સીધી 2 કરોડ વ્યૂઝની કરી દેવામાં આવી છે.

નવા ક્રિએટર્સ માટે જંગ બનશે કમાણી: 2027થી લાગુ થશે આકરા નિયમો

આ નવા પોલિસી ફેરફારો 1 ફેબ્રુઆરી,2027 થી સંપૂર્ણપણે અમલમાં આવશે, જે ખાસ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર નવી સફર શરૂ કરનારા કન્ટેન્ટ ક્રિએટર્સ માટે મોટો પડકાર બની રહેશે. આ આકરા નિયમોના કારણે નવા ક્રિએટર્સ માટે યુટ્યૂબ ચેનલને મોનેટાઇઝ કરાવવી અને તેમાંથી આવક મેળવવાનું કામ અગાઉ કરતાં બમણું મુશ્કેલ બની જશે. જોકે, જેઓ પહેલેથી જ યુટ્યૂબ પાર્ટનર પ્રોગ્રામમાં જોડાયેલા છે, તેમનું મોનેટાઇઝેશન સ્ટેટસ સુરક્ષિત રહેશે; પરંતુ તેમણે 31 જાન્યુઆરી, 2027 સુધીમાં આ નવી શરતો માટે સહમતિ આપવી પડશે.

પ્રીમિયમ સબસ્ક્રિપ્શનથી વધશે કમાણી: સંતુલન જાળવવા પ્લેટફોર્મનો નવો દાવો

યુટ્યૂબે સ્પષ્ટ કર્યું છે કે મોનેટાઇઝેશનના નિયમો આકરા બનાવવાની સાથે તેઓ ક્વોલિટી કન્ટેન્ટ બનાવનારા ક્રિએટર્સને સારો લાભ પણ આપશે. યુટ્યૂબ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન આધારિત વીડિયોમાંથી થતી કમાણીનો મોટો હિસ્સો હવે ક્રિએટર્સ સાથે શેર કરવામાં આવશે. કંપનીના દાવા મુજબ, શરતો કડક થવા છતાં યોગ્ય અને ઓરિજિનલ કામ કરનારા ક્રિએટર્સની કુલ આવકમાં આગામી વર્ષોમાં વધારો થશે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤